________________ બૂડે ભવજળ માંહી 209 હવે મહા મોહનીય કર્મ બંધાય કેવી રીતે તે જોઈએ. પ્રતિક્રમણ સૂત્રના ચેથા શ્રમણ સૂત્રમાં કહ્યું છે–તીસાએ મહા મેહણીય ઠાણે હિં ત્રીશ પ્રકારનાં મહામહનીયનાં સ્થાન છે. તેમાંના કેટલાંક આપણે જોઈએ. પોતે જ્ઞાની ન હોવા છતાં પણ જ્ઞાની હોવાને દંભ કરે અને સામથ્ય ન હોવા છતાં પણ પોતે સર્વ વાતે સમર્થ છે એમ માને અને મનાવે તે મહા મોહનીય કર્મ બાંધે. ગાથામાં પણ આ જ કહ્યું. આવી વૃત્તિ જેની હોય તેને જ અસદુગુરુ કહ્યા. તેઓ વિનયની અપેક્ષા રાખે તે મહા મોહનીય કર્મ બાંધે. પિતે હોય તેવા દેખાય ત્યાં સુધી તે વાંધો નહીં પણ હેય નહીં ચાર આની અને દેખાવું સવા રૂપિયે ! આ કેટલે દંભ! કેટલાક દંભી કુગુરુએ પિતાની લબ્ધિના પ્રલોભન દેખાડી ભેળા જીવને ભેળવી બેટે રહે ચડાવી દે. પથ્થરની નાવ પોતે ય ડૂબે અને બીજાને પણ ડૂબાડે. સંસાર વ્યવહારમાં દંભ કરતો માણસ કદાચ ઓછાં કર્મ બાંધતા હશે પણ ધર્મ માર્ગે દાંભિક, મહા મેહનીય જ બાંધે, તેમજ બીજાને બંધાવે માટે તેવાથી તે ચેતતા રહેવું જરૂરી. પણ ભાઈ! દંભ ઓળખાય તે એને દંભ જ ન કહેવાય ! બીજું જે સર્વજ્ઞ સર્વશી પ્રભુના પ્રરૂપેલ ધમની નિંદા કરે તે પણ મહા મોહનીય કર્મ બાંધે. બંધુઓ ! એટલે જ આપણા અનુભવી પુરુષ વારંવાર આપણને કહેતા હોય છે કે તીર્થકરની વાણું તને ન સમજાતી હૈય, તારી શ્રદ્ધા ન બેસતી હોય, તું આચરી ન શકતો હોય, તે પણ એ વાણની નિંદા ન કરીશ. તેને ખોટી ન કહીશ. તને ન સમજાય તે તારો ગુન્હો નથી. તારો ક્ષપશમ એ છે હેય, તને ન સમજાય. પણ નિંદા કરીશ નહીં. નહીં તે જે મહા મેહનીય 70 કડકડી સાગરોપમની સ્થિતિનું બંધાઈ જશે તે નરક-નિગદનાં દુઃખ જોગવતાં ભેગવતાં પણ તારે પાર નહીં આવે. કયાં આત્માની અનંત જ્ઞાન શક્તિ સહિતની ઉત્કૃષ્ટ દશા ! અને કયાં અક્ષરના અનંતમા ભાગ જેટલું શ્રત માત્ર ખુલ્લું રહે તેવી નિકૃષ્ટ નિગોદ દશા ! એ પણ અનંત કાળ માટે ! 14