________________ 210 હું આત્મા છું એક કારણ એ પણ કહ્યું કે ચતુર્વિધ સંઘની અંદર ફાટફૂટ પડાવે તે પણ મહા મેહનીય કર્મ બાંધે. શ્રાવક સમાજમાં, સંઘમાં જે સંગઠ્ઠન અને ઐક્ય હોય તેમાં ફૂટ પડાવવામાં કેટલાક લોકોને આનંદ થતો હેય. આમ કરીને તે પોતાનું અહમ પષતે હેય. તે એમ માને કે જેયું ! મારામાં કેવી ચાલાકી છે ! ક્યને એક ઘા ને બે કટકા ! સમાજમાં કુસંપ કરાવવામાં, ઝઘડા કરાવવામાં એવા માણસે પાવરધા હોય. પણ આનાથી તેની કિંમત વધે નહીં, ઘટે. બંધુઓ ! વિચાર કરજે. પુરાણા કાળમાં બહુ જુના સમયની વાત નહીં કરું. હજુ 50-100 વર્ષ પહેલાંની જ વાત. આપણા સંઘના સંગઠનને મહાજન સંસ્થા કહેવાતી. તેને એક–એક સદસ્ય મહાજન કહેવાત. તેની એટલી બધી Credit હતી કે રાજાની કંઈક ભૂલ થતી હોય અને મહાજન જઈને ઊભું રહે અને કહે : મહારાજા ! આ ઠીક નથી થતું. આમ નહીં થવા દઉં ! તે રાજાને માનવું પડતું. માનતા, એટલું મહાજનનું સન્માન હતું. આદર હતો. પણ આજે મહાજન સંસ્થાઓ ભાંગી પડી છે. પહેલી વાત તો એ છે કે જે સદાચાર જોઈએ તે નથી રહ્યો. નીતિ -ન્યાય અને પ્રામાણિકતા નથી રહ્યાં અને બીજું જેન તરીકેની જે ખુમારી જોઈએ તે નથી રહી. પરંતુ કુસંપ વધી પડયા છે. માફ કરજો બંધુઓ ! પણ આજે તે ધર્મ-સંસ્થાઓમાં જે શ્રેષ ભાવ વધ્યા છે તે બીજે નથી. કેર્ટ સુધી પહોંચે છે. કેવું ગંદુ politics ખેલાઈ રહ્યું હોય છે. તેના કારણે કેટલાં વૈમનસ્ય ઊભાં થાય છે? આ બધાંની પાછળ કામ કરી રહ્યું હોય છે. અંદરમાં પડેલું અહમ! જે કંઈ થાય તે અહમના પિષણ માટે જ થતું હોય. સહુને પિતાના અહમનું પિષણ કરવું હોય તે ન પિસાય એટલે સામ-સામા અહમ ટકરાય. તેમાંથી તણખા ઝરે, પરિણામે આગ લાગે. બંધુઓ ! વિચાર કરે. અહમને પિષવાના નાના એવા સ્વાર્થના કારણે કેટલાંના દિલમાં આગ લગાડીએ ? કેટલાં સાથેના સંબંધે બગાડીએ ? કેટલા જીવોને ધર્મથી વિમુખ થવામાં નિમિત્ત બનીએ ? કેટલાં