________________ 208 હું આત્મા છું જૂઠાં યશ-કીતિ મેળવવાની ભાવના રાખે, તે તેમને મહા-મોહનીય કર્મ બંધાય અને પરિણામે અનંત સંસાર વધી જાય. મહા મેહનીય શું છે ? આઠ કર્મમાં મેહનીય સૌથી વધારે ભયંકર કર્મ છે. બધાં જ કર્મો કરતાં તેની સ્થિતિ પણ વધારે છે. મોહનીય. કર્મની સ્થિતિ 70 ક્રોડાકોડ સાગરોપમની કહી. 70 કરોડને 70 કરોડથી ગુણે અને જે આંક આવે એટલા સાગરોપમ વર્ષ નહીં. ગણતરીમાં સહુથી મોટું માપ સાગરોપમનું છે. ' હવે દરેક વખતે જીવ આટલી લાંબી સ્થિતિનું મેહનીય કર્મ બાંધતે નથી. પણ જ્યારે અમુક કારણો સેવાય ત્યારે આટલી લાંબી સ્થિતિનું કર્મ બંધાય. તે થાય શું ? સંસાર વધે. કેવી રીતે ? વિચાર કરે! એક વાર 70 ક્રોડાકોડી સાગરોપમન સ્થિતિનું મેહનીય કર્મ બંધાય તે એ ભેગવવા માટે જીવને કેટલા ભવી કરવા પડે ? પહેલાં જરા આટલા લાંબા કાળને જોઈએ. દશ ક્રોડાકોડ સાગરોપમના છ આરા, અવસર્પિણી કાળના છ આરા અને ઉત્સર્પિણી કાળના છ આર. બે મળી એક કાળચક થાય. આવા સાડા ત્રણ કાળચક ચાલ્યા જાય, ત્યારે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ, 70 કોડાકેડ સાગરોપમની પૂરી થાય. આટલા સમયમાં કેટલા જન્મ મરણ ? એક પાંચમો આર 21000 વર્ષનો, માની લ્યો કે 100 વર્ષનો મનુષ્યને એક ભવ, તો પણ 210 ભવ થાય અને તે પણ બધા જ ભવ મનુષ્યના થાય તે ! અન્યથા તિર્યંચના તે ઘણું થઈ જાય. આમ એક આરામાં સેંકડે હજારો ભવ થાય થાય તે 70 કોડાકોડ સાગરોપમના સમયમાં કેટલા ભવ ? આ સ્થિતિ કયારે પૂરી થાય ? મનુષ્ય કે પશુના ભવે માત્રથી તે ન જ થાય અને દેવગતિમાં પણ વારંવાર જીવ જતો નથી, તેથી આ સ્થિતિને પૂર્ણ કરવા અનેક ભવ નરકના કરવા પડે, અને તે પણ ઉત્કૃષ્ટ સ્થિતિના. વળી ફરી છે એટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિનું મેહનીય કર્મ બંધાય તે આ કડી જોડાતી જ જાય. આમ ભની પરંપરા ચાલતી જ રહે.