________________ બૂડે ભવજળ માંહી 207 મહાસતીજી ! અમે જ્યાં જઈએ છીએ અને જેને માનીએ છીએ ત્યાં ગયા પછી સમ્યગદર્શન ન થાય એ બને જ નહીં. એક વાર આપ પણ ત્યાં પધારે !" અમે કહ્યું : “ભાઈ ! માફ કરજો ! ક્યાંય જવાથી કે કેઈને માનવાથી સમ્યગદર્શન થાય, એમ માનનારાઓના પક્ષમાં અમે નથી. પણ જીવને પુરુષાર્થ ઉપડશે, અને પુરુષાર્થ વડે દર્શનમોહનીય ક્ષેપશમ કે ઉપશમ થશે તે સમ્યગદર્શન થશે. હા, તેમાં પ્રત્યક્ષ નિમિત્ત કોઈ પણ હોઈ શકે ! પણ એવું જરૂરી નથી કે તમે જ્યાં જાવ છો, ત્યાં જઈએ તે જ સમ્યગદર્શન થાય ! ઉપાદાન તૈયાર હશે તો કોઈ પણ નિમિત્ત મળશે !" બંધુઓ ! આવી માન્યતાવાળા લેકે પોતાની પાછળ બીજાઓને દોરવતા હોય તે એ અસદ્ગુરુ છે, તેમ શ્રીમજી કહે છે. અરે ! ભેળા લોકોને ભેળવી, હજારો ભક્તો બનાવી દે, કારણ આ સમય તે એ છે કે જેવું તૂત ચલાવવા માગે તેવું ચાલે. તમારામાં હિંમત અને બુદ્ધિ જોઈએ. " નુકનેવાલે તે હૈ, ઝુકાનેવાલે ચાહિએ.” બેટા માર્ગે જશે તે–તે લાખ અનુયાયીઓ મળી જશે. કદાચ સારે માગે, થોડા પણ ન મળે. પણ એનું પરિણામ ભયંકર છે. આ લેક પૂરતાં યશ, કીતિ ને પ્રતિષ્ઠા મળી જશે. પણ ભવ-ભવનું ભ્રમણ વધી જશે. માટે જ શ્રીમદ્જી કહે છે અસદગુર એ વિનયને, લાભ લહે જે કાંઈ મહા મેહનીય કર્મથી, બૂડે ભવ જળ માંહી...૨૧.• શ્રીમદ્જી કહે છે, વિનય ધર્મ મહા ઉત્તમ છે. વિનય વિના સાધકને સાધનાની સિદ્ધિ સંભવિત નથી. છતાં અસદ્દગુરુએ જે સાધક પાસેથી વિનય ગ્રહણ કરે, વૈયાવચ્ચ કરાવે, પિતાના અનુયાયીઓ બનાવી જગતમાં