SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 206 હું આત્મા છું ગૌતમ પિતે કેટલી ઊંચી કક્ષાએ પહોંચેલા હતા ? કેટલી શક્તિના ધારક હતા? દીક્ષા લીધા પહેલાં આખાયે બ્રાહ્મણ સમાજના સર્વશ્રેષ્ઠ પંડિત, ચાર વેદના ધારક, પ્રકાણ્ડ વિદ્વાન હતા, અને પ્રભુના ચરણોમાં દિક્ષિત થયા કે તરત જ અગ્યાર અંગનું જ્ઞાન થયું. તે પછી અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન થયું. અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટી. આ બધી એકથી એક ચડિયાતી શક્તિના સ્વામી હોવા છતાં પણ, એક ક્ષણ માત્ર વિનય ચૂક્યા નથી. આ છે શિયને ચરમ કેટિને વિનય. બીજી બાજુ ગુરુ એમ ન ઇચછે કે મારે વિનય કરે તે જ શિષ્યને ઉદ્ધાર થાય, પણ શિષ્યને માર્ગદર્શન આપે કે વિનય એ જ તારે ધર્મ છે. તારી નમ્રતા, તારી લઘુતા, તારી સમર્પણતા જ તને ઊંચે લાવશે. વિનય અને વૈયાવચ્ચ એ સાધક જીવન માટેની શરતો છે. આમ શિષ્યના એકાંત હિતને હદયમાં રાખી ગુરુદેવ, શિષ્યને વિનય માર્ગ ભણાવે. પણ પિતામાં યોગ્યતા ન હય, સામર્થ્ય ન હોય, છતાં અભિમાનના પિષણ માટે પિતે ગુરુ છે માટે શિષ્યને ધર્મ છે કે એ મારે વિનય કરે એમ માને, એવા ગુરુને અસદ્ગુરુ કહ્યા. અસદ્દગુરુ એટલે જેમણે મને સાક્ષાત્કાર કર્યો નથી. પોતે આત્માને અનુભવ્યો નથી અને અન્યને એ રાહ બતાવી શક્તા નથી, છતાં એમ કહેતા ફરે કે અમારી પાસે આવે તેને ઉદ્ધાર થઈ જાય. હેય છે ને આ કાળમાં એવા અનેક સંપ્રદાય, અનેક પંથ ? તે તે સંપ્રદાયવાદીઓની માન્યતા હોય છે કે અમારા સંપ્રદાયમાં ભળે તેને સમકિત થઈ જાય, તે પામી જાય. અરે ! ભલા ભાઈ! સમક્તિ સંપ્રદાયમાં પડ્યું છે ? સમકિત કેઈને માનવામાં પડ્યું છે ? કે એ સંપ્રદાયને માનવા માત્રથી સમક્તિ થઈ જાય ? હા, કેઈ પામેલા પુરુષ હોય, સને અનુભવ કર્યો હોય, તેઓ અન્યને માર્ગ બતાવી શકે. પણ એમને માનવા માત્રથી સમકિત થઈ જ જાય એ માન્યતા કેટલી ભૂલભરેલી છે ? ' અરે ! અમારી પાસે આવી–આવીને લેકે કહે છે કે અમારામાં આવે તો પામી જશે ! થોડા વખત પહેલાં એક ભાઈ આવ્યા હતા, એ અમને કહે,
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy