SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બુડે ભવજળ માં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. આ ત્રિ-રત્નની આરાધના જેએ કરી ગયા, તેઓ તરી ગયા. કેવળ. -લક્ષ્મીને વરી ગયા. વિનય એ ધર્મનું મૂળ છે. વિનયથી જ આધ્યાત્મિકતા પ્રગટે છે, અને તે પછી જ આત્મિક-વિકાસ થાય છે. આ રહસ્યને બતાવતાં શ્રીમદ્જી કહી ગયા કે કેવળજ્ઞાની શિષ્ય છત્મસ્થ ગુરુને વિનય કરે, ઉપકાર ન ભૂલે, કૃતજ્ઞતા વ્યક્ત કરે. આની સાથે-સાથે હવે એ પણ બતાવે છે કે આ શિષ્ય જ્યારે છત્મસ્થ ગુરુને વિનય કરવા પ્રેરાય ત્યારે ગુરુ એ વિનયને ન સ્વીકારે. એટલું જ નહીં, ગુરુના અંતરના એક ખૂણામાં પણ શિષ્યના વિનયની અપેક્ષા ન હોય. ગુરુદેવ એમ ન વિચારે કે મેં તને માર્ગ બતાવ્યો પ્રેરણા આપી, તારા માટે કેટલી મહેનત કરી. મારા કારણે તે આગળ. વધે. હું તારો ઉપકારી છું માટે તારે મારે વિનય કરે જ જોઈએ. તેઓ આવી અપેક્ષા ન રાખે અને જે રાખે તો તેઓને શ્રીમદ્જીએ અસદ્દગુરુ કહ્યા. આ બન્ને વાતને બરાબર સમજવાની જરૂર છે. શિષ્યના જીવન નમાં પળ-પળે, ક્ષણે-ક્ષણે ગુરુ પ્રત્યેના વિનયની આવશ્યકતા છે. એ ત્રિવિધ વેગે, નિત્ય વિનયાતવત જ રહે. ગુરૂ-ગૌતમને ભગવાન મહાવીર પ્રત્યે વિનયભાવ કેટલી ઉચ્ચ કોટીને હતો ! તેઓ હંમેશાં પ્રભુની સમક્ષ જ ઉપસ્થિત હોય. નમ્રતા સૂચક આસન, જમણે પગ ઉધો, ડાબો પગ ઉભું કર બદ્ધ અંજલી અને નત મસ્તક આ જ એમની વિનય મુદ્રા જેવી રીતે રામચંદ્રજીની સામે ભક્ત હનુમાન બિરાજતા હોય છે.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy