________________ 190 હું આત્મા છું ભવી મહાપુરુષોનાં વચને આપણા માટે આદરણીય છે, અને તેઓ આપણા માટે આ પુરુષ છે. સંસારને માર્ગ હોય કે અધ્યાત્મ માગ હોય; કે ઈપણ માર્ગે ચાલતાં વિદને તો આવવાનાં જ. સંસારને માર્ગ સુંવાળો નથી, ડગલે ને પગલે સંસાર વ્યવહારમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી જ હોય છે. કેટલાક માણસોને તે નાની ઉંમરમાં જ અનેક આપત્તિઓ આવી ગઈ હિય. તેઓ કહેતા હોય છે કે મેં તે નાની ઉંમરમાં ઘણું યે અનુભવી લીધું, ઘણા તડકા-છાયા જોઈ લીધા. આવા સમયે વડીલો-માતા-પિતા વગેરે સહાયક થાય છે, તેઓ પણ આવી આપત્તિથી કેમ બહાર આવ્યા તે બતાવી તેને હિંમત અને ધૈર્ય બંધાવે છે. સાથે, મુશ્કેલીમાંથી પાર થવાને રસ્તે બતાવે છે. અધ્યાત્મ માર્ગે જતાં પણ વિદને ઓછાં નથી નડતાં ! ત્યાં પણ ડગલે ને પગલે વિદને ઊભાં જ છે. એક તે આપણું પૂર્વકાળે સેવેલા વિરાધક ભાવના સંસ્કાર જાગૃત થાય છે અને બીજું, પુન્યાઈની હીનતા, આ બને કારણો સાધનામાં બાધા પહોંચાડે છે. ત્રીજા ગુણસ્થાનના ભાવે શ્રી પ્રભુએ વર્ણવ્યા છે, તે ગુણસ્થાનનું નામ છે મિશ્ર ગુણસ્થાન. જ્યાં જિનવચનની રુચિ પણ નથી અને અરુચિ પણ નથી. આવા મિશ્રભાવો જે જીવને વર્તતા હોય તેનું ગુણ સ્થાન ત્રીજું કહ્યું. હવે કેઈ એક ધમી આત્મા, સંત પ્રત્યેની શ્રદ્ધાના કારણે તેમના દર્શને જઈ રહ્યો છે, ત્યાં સામે તેને એક મિત્ર મળે. તેણે પૂછ્યું : “આમ કઈ બાજુ " પેલે કહે " નગરમાં સાધુ પધાર્યા છે. વંદનીય વિભૂતિ છે, ચાલ તું પણ મારી સાથે. " અને પલે તૈયાર થઈ ગયે. બને ચાલ્યા જાય છે, ત્યાં સામેથી ત્રીજે આવ્યું. તેણે પણ એ જ પ્રશ્ન કર્યો. “કયાં ચાલ્યા બને?” પહેલા મિત્રે કહ્યું “સંતેનાં દર્શને!” ત્રીજે મિત્ર મહા મિથ્યાત્વી છે. સંતે પ્રત્યે અરુચિ ધરાવે છે. તેણે બીજાને કહ્યું : “અરે ! આ તે મૂરખ છે. તું પણ મૂરખ ? ચાલ પાછો ! ત્યાં જવાથી કશું નહીં વળે. ચાલ !"" અને બીજો મિત્ર પાછા ફરી ગયે.