________________ સમક્તિ તેને ભાખિયું 191 પાછો વળે તે મિશ્રભાવવાળે હતો. તેને પલે મિત્ર સંતનાં દર્શને લઈ જાય છે તે પણ તૈયાર, અને મહા મિથ્યાત્વી ત્યાંથી પાછો વાળે છે તે પણ તૈયાર ન પાપે સંતનાં દર્શન! જુઓ આ અંતરાય! આ વિમ્બ ! ધર્મ માગે આવાં વિદને આવ્યા કરે. આવાં વિનિથી બચાવનાર અને સરાહે ચલાવનાર મહાપુરુષ જ આપ્ત પુરુષ કહેવાયા. એમની જે પ્રેરણા મળે તે અંતરમાં તીવ્ર રુચિ, તીવ્ર લગન લાગે, અને અંતરમાં નિર્ણયાત્મક બળ પિદા થાય. “કરેંગે યા મરેંગે " ની ભાવના પ્રબળ બને. તે વિચારે ગમે તેવી મુશ્કેલી આવશે, પ્રલોભનો આવશે, પણ મારે પાછું ફરવું નથી. માર્ગેથી ડગવું નથી, આવી દઢ શ્રદ્ધા જ જીવને આગળ વધારી શકે છે. અધ્યાત્મ માર્ગે મોટામાં મોટું વિશ્ન છે સ્વછંદ. આપણે બે દિવસથી સ્વછંદનું વર્ણન કરીએ છીએ. એ સ્વછંદ ત્યારે જ છૂટે કે જ્યારે જિનેશ્વરની વાણી પર, પુરુષની વાણી પર અનન્ય અને અતૂટ શ્રદ્ધા જાગે. ગણધર ગૌતમસ્વામી પ્રભુ વીરને હજારે પ્રશ્ન પૂછે. પ્રભુ જવાબ આપે, અને ગૌતમના મનનું સમાધાન થાય કે તરત તેમના મુખમાંથી શબ્દો સરી પડે.- તને , તમે રન્ન ગૌતમે જયારે જયારે પ્રભુને પ્રશ્ન પૂછ્યા છે ત્યારે વિનય સહિત પ્રભુના ચરણમાં મસ્તક નમાવી, વંદના કરીને પૂછયા છે. શાસ્ત્રમાં પાઠ છે કે જેટલી વાર ગૌતમે પ્રશ્ન પૂછ્યા એટલી વાર તિકૃખુત્તોના પાઠથી વંદના કરીને પૂછ્યા છે. કેટલી વંદના કરી હશે પ્રભુને ? એટલા વિનયથી ગૌતમ પ્રશ્ન પૂછે. પ્રભુ જવાબ આપે. ન સમજાય તે ફરી પૂછે, અને પ્રભુ એટલા જ ભાવથી ફરી જવાબ આપે. અને ગૌતમને સંતોષ થાય એટલે બેલી ઉઠે, અંતરના ઉંડાણમાંથી શ્રદ્ધા સહિત શબ્દો નીકળે- તમે સવં, તન તi, પ્રભુ આપ જ સત્ય છે. આપ જ સત્ય છે. ગૌતમના આ શબ્દો સૂચવે છે કે એમના રોમે-રમે પ્રભુ વસી ગયા છે. બસ, જ્યારે આ ભાવ, આવી શ્રદ્ધા, આ અતૂટ વિશ્વાસ જાગે ત્યારે જ પ્રભુમય થઈ જવાય. પછી સ્વચ્છેદ ઊણે ક્યાં રહે ?