________________ સમાત તેને ભાખિયું.. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની, પ્રભુ વીર જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યગૃજ્ઞાન અને સમગુ ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સ્વ અને પરના ભેદનું ભાન કરાવે છે, એ ભેદ પામવા માટે જે પુરુષાર્થ આવશ્યક છે, એ પુરુષાર્થની રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઠેરઠેર બતાવવામાં આવી છે. પિતાની મતિ-કલ્પનાથી મનાતી આવતી માન્યતાઓને ત્યાગ કરી સપુરુષના લક્ષ્ય વતે, તેમનામાં તથા તેમની વાણીમાં અતૂટ શ્રદ્ધા જાગે ત્યારે જ તેમનું યથાર્થ અનુસરણ કરી શકે છે. આપણે ત્યાં આવા મહાપુરુષોને " આપ્ત પુરુષ” કહ્યા છે. “આત” શબ્દને પ્રવેગ ભારતની સર્વ દર્શન પરંપરામાં થયેલ છે અને તે પર ગ્રંથ રચાયા છે. “આપ્ત મિમાંસા " નામને એક ગ્રંથ છે. જેમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ આપ્ત કેણ હેઈ શકે તેનું વિસ્તૃત વિવેચન છે. આપ્ત કેણ ? જેમનું વચન, તેમના અનુભવમાંથી નીકળતું હોવાના કારણે સર્વથા આદરણીય છે, અનુકરણીય છે, આચરણીય છે, તેઓને આપ્ત પુરુષ કહેવાય. વ્યવહારિક ક્ષેત્રે આપણા માતા-પિતા વડીલે, વૃદ્ધો, આપણું માટે આપ્ત છે. તેઓ જીવનના ઘણા યે સારા-માઠા અનુભવોમાંથી પસાર થયા છે. તેમણે જીવનને જાણ્યું છે, માણ્યું છે, અને મૂલવ્યું છે. તેઓ પિતાના અનુભવથી આપણને હિતશિક્ષા આપી સંસાર- વ્યવહારને આદર્શ માર્ગ બતાવે છે. તેમની સલાહ અનુસાર જીવનમાં ચાલીએ તે અવશ્ય સુખી થઈએ. આધ્યાત્મિક માર્ગે જે પુરુષેએ આત્માની અનુભૂતિ કરી છે, સાધનાના માર્ગે આવતાં વિદનેને પાર કરી સફળતાને પામ્યા, એવા અનુ