________________ 188 હું આત્મા છું ચાલ્યા જા ને આજ્ઞા આરાધી લે. આજ્ઞા ન આરાધનારને સ્વછંદ બમણો થાય. પેલી એક વાત જાણતા હશે. એક અપરાધી પકડાયા અને તેને કેદ થઈ ગુને સાબિત થયું. શિક્ષા તરીકે ફટકા મારવાના હતા. પણ પહેલાં જ કહી દેવામાં આવ્યું હતું કે બોલવાનું નહીં, બેલીશ તે બે ખાઈશ. તેને ફટકા મારવા ઊભે રાખવામાં આવ્યો અને કહ્યું, તને દશ ફટકા મારવાના છે. “હે આટલા બધા ? " વીશ !" પણ કેમ ? " ચાલીશ !" " બાપરે ! મરી ગયો !" એંશી ! " અને એ બેલતે ગયો ને ફટકા વધતા ગયા. ડબલ થતા ગયા. | બંધુઓ ! ગુરુદેવની આજ્ઞા જેટલી વાર ઉત્થાપીએ એટલી વાર સ્વચ્છેદ - બમણો થતો જાય. પૂછો અંતરને ! કેટલી વાર આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ ? એક વાર આજ્ઞા ન માની, સ્વછંદ બમણો થયે. બીજી વાર ન માની, એથી બમણો થયે. પલ–પલ એ જ કરીએ છીએ. પ્રભુએ શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ બન્ને પ્રરૂપ્યા છે. જે એ ધર્મનું પાલન ન કરીએ તે પણ આપણે સ્વછંદી. પણ ના, હવે આપણે સ્વછંદી રહેવું નથી, તેથી ગુરુદેવને-સપુરુષને વેગ મળે એટલે એમના ચરણમાં સમર્પિત થઈ જઈએ અને અહમને ગાળી નાખીએ. - હવે આગળ સ્વછંદ ને તેડનાર અને ગુરુ ચરણમાં સમર્પિત થનારને આત્મિક લાભ કે મળે છે તે અવસરે કહેવાશે.