________________ 185 પ્રત્યક્ષ સદ્દગુરુ યંગ અનાવવા, તેઓને આ પ્રયોગ કરવો જ પડે. આપણે ત્યાં કહેવત છે-“કડવા ઓસડ મા પાય” મા સંતાનનું ભલું છે એવું બીજું કેણ ઈચ્છે ? માટે જ ગુરુદેવની ગમે તેવી આજ્ઞા હેય, માથા પર ચડાવીએ. જ્યારે ગુરુદેવની આજ્ઞા પાળવાનો સમય આવે ત્યારે મેરેમમાં પ્રસન્નતા પ્રગટે, ઉલ્લાસ ભાવે આજ્ઞાને આરાધે, જે કંઈ આજ્ઞા છે તે મારા એકાંત હિત માટે છે તેવી દઢ શ્રદ્ધા અંતરમાં હેય. એ માને કે હું કે ભાગ્યશાળી છું કે મારામાં આરાધનાનું પ્રથમ ચરણ ઉપાડવાનું સામર્થ્ય આવ્યું. પહેલાં ગુરુ-આજ્ઞાની આરાધના, પછી જ રત્નત્રયની આરાધના. એક એતિહાસિક પ્રસંગ યાદ આવે છે. વિશ્વના ઇતિહાસમાં નેપોલિયન બેનાપાર્ટ નામનું એક વિશેષ પાત્ર થઈ ગયું. તે સેનાપતિ હતે. તેને commanding power અદભૂત હતે. એ Discipline ને એટલે બધે હિમાયતી હતી કે એને એક પણ સૈનિક તેના Orderને ઉત્થાપી શકતો નહી. નાની એવી ભૂલ કરનારને પણ મૃત્યુદંડ થતા. એક વખતની વાત છે, એ સેના સૈન્યને કૂચ કરાવી રહ્યો હતો. તે Order આપતો હતો અને તેના ચાલી જતી હતી. કઈ કેટલા કિલોમીટર લાંબી કૂચ હતી. સેંકડો સૈનિકે ચાલ્યા જાય છે. નેપોલિયન પાછળ છે. તેમાં વચમાં ખાઈ આવી, આગળ રસ્તો નથી. સૈનિકને માત્ર હુકમ અનુસાર ચાલ્યા જવાનું છે. વચમાં અટકવાનું નથી. અને બંધુઓ ! આશ્ચર્ય ! એક પછી એક સૈનિકે ખાઈમાં ઉતરવા માંડયા પણ કઈ કહેતું નથી કે “સર ! આગળ ખાઈ છે, રસ્તો નથી.” આમ કેટલાય સૈનિકે ખાઈમાં હિમાઈ ગયા. એકાએક ને પોલિયનનું ધ્યાન પાછળથી આગળ ગયું. એ જુએ છે મારો Order ચાલુ છે અને સૈન્ય આગળ વધતું કેમ દેખાતું નથી? તેણે સહુને રેકી દીધા, દેડીને આગળ ગયે. જેયું, ખાઈમાં સૈનિકે ચાલ્યા ગયા છે. ખાઈ ઉંડી હતી તેમાં જનારે મરણને શરણ જ થાય. નેપોલિયનની આંખમાં પાણી આવ્યાં. તેણે સૈનિકોને કહ્યું :