________________ 186 હું આત્મા છું અહીં ખાઈ છે તેને મને ખ્યાલ ન રહ્યો, હું તે આદેશ આપતે જ રહ્યો પણ તમારે તે કહેવું હતું કે રસ્તે નથી, આગળ કેમ ચાલીએ?” No Sir ! અમારો ધર્મ માત્ર આપને Order માથા પર ચઢાવવાને બસ. ચાલતું રહેવું ! પછી ચાહે મરણ આવે, ખાઈ હય, જંગલ હોય, ગમે તે હેય ! Order સિવાય અમે બીજું કશું જાણતા નથી ! " બંધુઓ! આ એક સૈન્યની Discipline હતી, તેની સભ્યતા હતી. મરણને શરણ થયા. પણ સેનાપતિની આજ્ઞા સામે અવાજ ન ઉઠાવ્યો ! વિચારો! આપણે તે આધ્યાત્મિક ક્ષેત્રે, આપણા પિતાના આત્મ-ઉદ્ધાર માટે આજ્ઞા પાલન કરવાનું છે, તે કેટલી અર્પણતા? કેટલી સભ્યતા? કેટલી છાવરી? સર્વસ્વનું સમર્પણ કર્યા વિના આજ્ઞાપાલકપણું આવતું નથી. આપણે ત્યાં શ્રાવક તેમજ સાધુનાં વ્રતમાં જ્યાં પ્રતિજ્ઞાબદ્ધ થવાનું છે ત્યાં એક શબ્દ આવે છે જાવજછવાએ અર્થાત જે વ્રતને ગ્રહણ કરું છું એનું પાલન એવી દઢતાથી કરીશ, એટલી અર્પણતા સહિત કરીશ, એવી અનન્ય ભાવનાથી કરીશ કે કદાચ જીવ જાય તે પણ ભલે, મૃત્યુને મંજુર કરવું પડે તે પણ ભલે, પણ પ્રતિજ્ઞાથી ચલિત નહીં થાઉ ! બંધુઓ ! આ વ્રત શું છે? આપણા જિનેશ્વરની, આપણા પૂર્વાચાર્યોની આજ્ઞા જ છે. માટે તેને રોમે-રોમે ઉતારી દઈ પ્રસન્નતાપૂર્વક આચરવાની તૈયારી જોઈએ. તે તેનું ફળ શું ? “પંદર ભવમાં મુક્તિ આજ્ઞાના આરાધક જીવને, વધારે પરિભ્રમણ રહેતું નથી. તેને સંસાર, પરિમિત થઈ જાય છે. તેથી જ અહીં આત્મ-અનુભવી પુરુષ કહે છે કે અમારા અનુભવમાંથી નીકળેલ ગંગાના પવિત્ર જલ વડે અમે સહજાનંદને પામ્યા છીએ. અને તેથી જ ચેકસાઈપૂર્વક કહી શકીએ છીએ કે આટલું થશે તે મોક્ષ Definite, એમાં મન-મેખ નથી. અહીં સગુરુના વેગે સ્વછંદ રોકવાની પ્રેરણા આપી છે. ઉપર કહ્યા પ્રમાણે ગુરુદેવને અર્પણ થઈ જાય તે જ સ્વચ્છંદ રેકાય. પણ જે એ