________________ 184 હું આત્મા છું તમે તમારા સંતાનને ધર્મના સંસ્કાર આપ્યા ? એ જ્યારે પિતાના જીવનની જવાબદારીઓ પૂરી કરે ત્યારે આત્મ તરફ વળે એવી જાગૃતિને કઈ મંત્ર આપ્યો ખરે? જે ના, તે તમારી જવાબદારી અધૂરી છે! કયારે આપશે આ સંસ્કાર ? તમે બિલકુલ રિટાયર્ડ થશે ત્યારે? પણ પછી નહીં આપી શકે અને એ જુવાન સંતાન સંસ્કાર લેશે પણ નહીં. આપવા હોય તો તેના બાલ્યકાળમાં જ આપવા જોઈએ, તે જ એ ઝીલે. હવે ન માને! પણ એના બાળપણમાં તમારી યુવાની હોય, એટલે તમને જ ધર્મ સૂઝ ન હોય, આતમ લગની લાગી ન હોય, અધ્યાત્મ ચિંતા જાગી ન હોય. પછી તમે કયાંથી આપ બાળકને સંસ્કારો? બસ, આમ જ ચાલ્યું છે આપણું જીવન. તમે તમારા શરીર-મનની સુખ-સગવડતા મેળવવામાં અને ભેળવવામાં જીવન પૂર્ણ કર્યું, સંતાનને પણ એ જ સંસ્કાર આપ્યા. આવા એક નહીં અનંત ભ વીતાવી દીધાં. અહીં આવ્યા પછી, વીતરાગની વાણી મળ્યા પછી પણ શું કરી રહ્યા છીએ? અહીં બેઠા હે ત્યાં સુધી ચાલના પાણીની જેમ વૈરાગ્ય રસથી ભરપૂર અને પછી કેરા ધાનેર. હતા ત્યાં ને ત્યાં. નહીં બંધુઓ ! હવે આમ ન ચાલે. બસ, જાગ્યા ત્યાંથી સવાર. આ એક ભવ પુરુષને શોધી તેમને સંપૂર્ણ સમર્પિત થઈ, તેમના ચરણમાં રહી, તેમને પ્રસન્ન કરી લઈએ. બસ, માત્ર એક જ ભવ! પણ એ પુરુષને પ્રસન્ન કરવા કઈ રીતે ? તેઓની આજ્ઞા મનરેમમાં વસી જાય. તેમની આજ્ઞાને ઝીલવા સદૈવ તત્પર રહીએ. ખાસ વાત તે એ છે કે ગુરુદેવ આજ્ઞા કરે કેને? એમના અંતઃકરણમાં જેમના પ્રત્યે વાત્સલ્ય ભાવ છે, હિત-બુદ્ધિ છે, જેમને તારવા ચાહે છે તેમને જ તેઓ આજ્ઞા કરે, અને જે જીવ એટલે ભાગ્યશાળી છે, હળુકમી છે તેને જ આવું સૌભાગ્ય મળે છે. માટે ગુરુદેવની આજ્ઞાને ઝીલતાં અંતરમાં હર્ષોલ્લાસ જાગ જોઈએ. ગુરુદેવ કયારેક મીઠા શબ્દોમાં પણ કહે, કયારેક કડવા શબ્દો કહે, પણ તેઓની હિત ભાવના જ હોય. અનાદિથી ઉલટા જીવને સુલટ