SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ 183 તેમની આજ્ઞા એ જ મારું જીવન, એ જ મારે ધર્મ. આવી ભાવના નિશદિન જેને વર્તે તેને સદ્ગુરુને યોગ થયો કહેવાય. તો જ સ્વછંદ ટળે જ્યારે એ સદ્દગુરુને સર્વસ્વ માની શકે. જ્ઞાનીએ કહ્યું છે ભવ એક જે રાજી કરે, પુરુષને સહવાસથી એની બધી ઈચ્છા પ્રશસે, રામ—રામ ઉલ્લાસથી પંદર ભ માંહે જ તે તું પામશે મુકિત સહી ગુરુરાજ અનુભવ ગંગ સહજાનંદ રસથી લહલહી. જ્ઞાનીઓ આપણને કહે છે, તે તારા સંસારને પોષવા માટે, ભગવૃત્તિના રસમાં એક નહીં, આજ સુધીના અનંત ભ ખેઈ નાખ્યા. જીવ જ્યાં જ્યાં જે-જે નિમાં ગમે ત્યાં-ત્યાં તેણે ઇન્દ્રિયના વિષયને ભેગવવા સિવાય બીજું કશું જ કર્યું નથી. પિતે એ કર્યું છે ને બીજાને પ્રેરણા પણ એ જ આપી છે. ભૂતકાળમાં ઘણું ભ ગયા, ત્યાં શું-શું કર્યું તે તો આપણને યાદ નથી. પણ વર્તમાન ભવને જ વિચારે! જેટલાં વર્ષો આ જીવનનાં ગયાં તેમાં શું કર્યું ? શરીર તથા મન જે માગે તે આપવામાં, અને શરીરની સગાઈએ જે પરિવાર છે તેને પિષવામાં જ આખું યે જીવન વેડફી નાખ્યું. નથી લાગતું કે ગયાં તે વર્ષો ગુમાવી જ દીધાં છે? રાત-દિવસ દોડાદોડી કરે છે. તમે કહેશે, “અમે અમારા એકલા માટે નથી કરતા. પરિવારની પળોજણ પડી છે તેને માટે પણ કરવું પડે છે. પણ હું તમને પૂછું–તમે પરિવારની સુખ-સુવિધાની ચિંતા કરે છે તે વાત સાચી, પણ કઈ દૃષ્ટિએ ? એક તે સારી રીતે, બધી સગવડતા આપી સંતાનને ઉછેરવા, સારું ભણતર આપવું, દિકરી હોય તે સારું ઘર ! તમારી વ્યાખ્યા પ્રમાણે ધનવાન ઘરે ગતીને પરણાવી દેવી. દિકરે હોય તે ભણાવી, ધંધે લગાડી, પરણાવી દે. બસ ને, થઈ ગઈ ને જવાબદારી પૂરી ? કહેતા હોય છે ને ? હાશ ! બધો જ ભાર ઉતરી ગયો ! વહાલા બંધુઓ ! તમે બધું તે કર્યું પણ ખરેખર મા-બાપ તરીકે તમારી જે ફરજ હતી તે બજાવી ખરી? તમે હા કહેશે ! હું ના કહીશ!
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy