________________ 182 હું આત્મા છું આ બધું છોડું? સંસાર વ્યવહાર જાળ રૂપ ભાસે, તે જ સત્સંગ સાર્થક થાય. પણ સાચું કહે, ભાઈ ! વ્યાપાર છોડવાનું મન થાય છે, ઓછા કરવાનું મન થાય છે કે તેને વિકસાવવાનું મન થાય છે? શેને શોખ છે? ચાન્સ મળે તે ચૂકે નહીં ને? ખૂબ વધારે–ખૂબ વધારે અને પછી કહો “પહોંચી શકાતું નથી.” પણ ભલા ભાઈ! તું ક્યાંથી પોંચે ? તું એકલે અને વધાર્યું છે પાંચ જણે કામ કરી શકે એટલું! પણ આ તૃષ્ણ છે, અતૃપ્ત લાલસા છે ! મને યાદ છે મુંબઈવાળા એક ભાઈ અમે મહારાષ્ટ્રના એક ગામમાં હતા અને દર્શને આવ્યા. તેઓ પતિ-પત્ની બે જ પ્રાણી, પણ ધ છે. ખૂબ વધાર્યો હતે. જુદા જુદા શહેરોમાં તેમની ઓફિસે. પળને પણ સમય ન હોય તેમને. મેં એમને પૂછયું : “શા માટે તમે આટલું બધું કામ વધાર્યું છે? તમે બે જણાં સુખેથી રહી શકે એટલું તમારી પાસે નથી?” રમૂજ સાથે તેમણે કહ્યું : મહાસતીજી! એક નહીં. ત્રણ ભવ ચાલે એટલું છે!” “તે શા માટે વધારે છે?” બસ, મને શોખ છે.” જુઓ! જીવને કેવા શેખ હોય છે? શેખને Convert કરી નાખે. જે શોખ પાપ કરાવે, તૃણું વધારે, અનર્થી દંડનું સેવન કરાવે, તેને છેડી તમારી શોખવૃત્તિને આત્મા તરફ વાળી દો. સત્સંગને શેખ, વાંચનને શેખ, વ્રત–પ્રત્યાખ્યાન નિયમેને શેખ કેળવી લે. બંધુઓ ! પેલા ભાઈને તે શુભેદય હતો કે તેમણે શેખનું ક્ષેત્ર બદલી નાખ્યું. અત્યારે ઘધે બહુ જ ઓછો કરે છે, અને વધુ સમય આત્મલક્ષે આપે છે. સંસારના વ્યવહારમાં રાચે નહીં, પણ એ કરતાં ખેદ વતે કે કરવું પડે છે એટલે કરું છું, પણ મારે આ કરવું નથી. સદ્ગુરુના શરણે જઈ