________________ 178 હું આત્મા છું અરે ! એથી પણ આગળ વધીને કહું તો? બંધુઓ ! મારી વાત છેડી કઠેર છે, પણ સત્ય છે ! ખરાબ ન લગાડશે. પણ જ્યારથી મેં સાંભળ્યું છે, મારા માથામાંથી એ વાત ખસતી નથી. મહાવીરના અનુયાયી, અહિંસાના નારા લગાવનાર, તમારી જાતને શુદ્ધ શાકાહારીમાં ગણવતા, કેવા છે તમે ? શુદ્ધ શાકાહારી છે? પછી જે હોટલમાં માંસાહાર- NON-VEG બને છે, ત્યાં ખાવા માટે જાવ છે ? અને ઉપરથી બડાઈ કરે છે. કે ત્યાં તે Veg અને Non-veg અલગ અલગ રંધાય છે! જેઈ આવ્યા છે તેનાં રસોડાં? તેનાં વાસણે? તમારી જીભની રસવૃત્તિ તમને ક્યાં લઈ જાય છે ? અરે ! હું જાણું છું કે માત્ર રસવૃત્તિને કારણે જ નથી જતા પણ એવી હોટલમાં જવું તે પ્રતિષ્ઠાનું સાધન માને છે. તમારી પ્રતિષ્ઠા વધે છે. કેટલી હીન ભાવના કામ કરી રહી છે ! વિચારે તે ખરા ! નૈતિકતાનું રણ કેટલું નીચું ઉતરી ગયું છે! આજે હું આ કરું છું, કાલે મારા સંતાને શું કરશે? આજે મેટા શહેરોમાં તે શ્રીમંત ઘરના નબીરાઓ Non-Veg ખાતા અને તેમાં ગૌરવ અનુભવતા થઈ ગયા છે. કયાં જઈને અટકશે આ બધું? બંધુઓ! માત્ર ધર્મની દૃષ્ટિથી જ આ વાત નથી, પણ તમારી વ્યવહારિકતાની દૃષ્ટિથી પણ વિચારે કે આજ તમે ક્યાં છે? તમે જ્યાં છે ત્યાંથી તમારા સંતાન વધુ નીચે ઉતરવાનાં, એ સમજી લેજે. પછી રેવું જ પડશે. રેવા સિવાય બીજું કાંઈ નહિ રહે, અને ત્યારે પેટ ભરીને પસ્તાશે પણ બહુ મોડું થઈ ગયું હશે, પાછા નહીં વળી શકે કે નહીં તમારાં સંતાનોને વાળી શકશે. પણ સમાજે આવા ખોટા માર્ગોને પ્રતિષ્ઠાનું સાધન બનાવી દીધું અને તમે અપનાવી લીધું પછી ધર્મ ક્યાં ઉગશે? ધર્મ અંતરને કેવી રીતે સ્પર્શશે? અને નહીં સ્પશે તે એ જ ચર્યાશીનું ચકકર ઉભું જ છે ! આવી જ કંગાલ વૃત્તિ અને ધર્મની મહત્તા વિષેનું અજ્ઞાન, માણસને ધર્મ તરફ વળવા દે નહીં, અને વિચારે કે ધર્મ કરતાં મારી અપકીર્તિ થશે તે? લેકે શું કહેશે મને? અને ખરેખર જેને ધર્મ કર નથી