________________ રોકે જીવ સ્વચ્છદ તે 177 હું તમને પૂછું છું કે ભારતને સંસાર પ્રત્યેની કઈ જવાબદારી હતી કે નહીં? છતાં પ્રભુ પ્રીતિને પહેલું સ્થાન મળ્યું. તમને જ્યારે કંઈ પણ કહીએ છીએ ત્યારે કહે છે-મહાસતીજી! તમને શું ખબર હોય? અમારી જવાબદારી કેટલી છે ? એ પણ અમારે નિભાવવી પડે ને ? અમારી જવાબદારીઓ કેવી હોય તેની તમને ખબર ન પડે. કેમ ? અમને ખબર કેમ ન પડે ? શું અમે ઉપરથી ઉતરીને આવ્યા છીએ? તમારી વચ્ચેથી જ અહીં આવ્યા છીએ. બધું જ જોઈને આવ્યા છીએ, અમને ખબર છે કે સંસારની જવાબદારી શું હોય ? તમારા Limitations કેટલા છે? બધી જ ખબર છે. પણ જ્યારે તમારે ન કરવું હોય ત્યારે કહે છે કે અમારી જવાબદારી કેટલી છે ? અમારે એક-એક મિનિટની ગણતરી હોય છે. ઊભા રહો ! હું નથી માનતી કે તમારે એક-એક મિનિટની ગણતરી હોય ! તમે એક-એક મિનિટ સમજી વિચારીને ખર્ચો છે એ નથી માનતી. હલકા મનોરંજન માટે ત્રણ-ત્રણ, ચાર-ચાર કલાક, અરે ! આખી ને આખી રાત ચાલી જાય છે ! ચાર-છ જણ ભેગા મળીને ગપ્પાં મારે છે ને કેટલો સમય વીતી જાય છે? પાનાં લઈને રમવા બેસે છે ને કેટલા કલાક ચાલ્યા જાય છે ! કયાં છે ગણતરી ? ખોટા છે તમે! હા, અહીં ઉપાશ્રયમાં કે ધર્મના કાર્યમાં સમય કાઢવો પડે ત્યાં જ તમને ગણતરી છે. બંધુઓ ! ખરાબ ન લગાડશો. પણ તમારા અંતરમાં ઊંડા ઉતરીને તપાસ કે કયાં છે તમારે રાગ ભૌતિક ક્ષેત્રે કે સપુરુષ પ્રતિ? જે ને જેટલે રસ સંસારમાં છે એ જે સદગુરુમાં હોય, તેમના ચી ધેલા માગે હોય તે જરૂર સ્વછંદ ટળે. અને ત્રીજું કારણ છે જૂઠી લેક લાજ ! જૂઠી અપકીતિને ભય! વધારે ધર્મ કરીશ, વધુ સંત સમાગમ કરીશ અને કઈ કંઈ કહેશે તે? એને ભય છે તમને ! શું કહું? ધન્યવાદ આપું? ધન્ય છે તમને! ધર્મ કરવા સમયે આમ વિચારે છે પણ કયારેય એ વિચાર્યું છે? કે દારૂના બારમાં જાઉં છું ને કઈ કંઈ કહેશે ? ત્યારે લોકલાજનો ભય છે ?