________________ રોકે જીવ સ્વછંદ તે 179 તે, કરતા તે નથી પણ ધર્મ કરનારની નિદા કરે છે. પરિણામે નિદાથી ડરીને ધર્મ કરનારા, ધર્મથી અને સંતાથી દૂર ભાગે છે. આમ આ ત્રણ કારણે જીવ સ્વછંદ છેડી શકતો નથી, પણ સ્વછંદ છોડયા સિવાય જીવને ઉદ્ધાર નથી. શ્રીમદ્જી કહે છે પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. રાગ-દ્વેષ ત્યજી વીતરાગ થયા છે એવા શ્રી જિનેશ્વર ભગવાન કહી ગયા છે કે, ભૂતકાળમાં જે-જે છે એટલે કે અનંત છ મેક્ષને પામી ગયા, તે સહુએ સ્વચ્છેદ છોડયો અને પુરુષ પ્રતિ પ્રેમ જાગૃત કર્યો, સપુરુષે બતાવેલા રાહે ચાલ્યા, લેક-લાજને ભય છોડી, અપકીર્તિની પરવાહ ન કરતાં, અહંકાર અને મમકારને ત્યાગ કરી, સન્માર્ગે પ્રવૃત્ત થયા ત્યારે જ મેક્ષ પામ્યા, અને ભવિષ્યમાં પણ આ રીતે જ જીવે મોક્ષ પામશે. બંધુઓ! અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રની વાતે ચાલે છે. શ્રીમદ્જી શરત મૂકે છે કે મેક્ષ પામવા માટે સ્વચ્છંદ છેડે જ પડશે. જો આટલું માન્ય હોય તો જ મોક્ષ મેળવવાની વાત કરજે, નહીં તે નહીં. તે હવે અનાદિના સ્વચ્છંદને રોકવા માટે જીવે કે પુરુષાર્થ કર જરૂરી છે તે વાત શ્રીમદ્જી આગળની ગાથામાં બતાવશે.