________________ આત્મ-ચિંતન 169 જગતથી પર થઈ જાઉં. નિજ સ્વરૂપમાં લીન થઈ જાઉં.....આત્મામાં ઠરી જાઉં... મારા ગુણે પ્રગટ થાય... એને વેદું.... અનુભવ કરૂં... નિજાનંદની પ્રાપ્તિ કરૂં. એ પ્રાપ્તિ માટે સ્વમાં ઠરી જાઉં..... સ્વમાં સમાઈ જાઉં... સ્વમાં સ્થિર થઈ જાઉં. આત્મામાં રહેલા..કેવળજ્ઞાનને વેદવું છે... અનંત અવ્યાબાધ સુખને.... વેદવું છે. અનંત વીર્યશક્તિને વેદવી છે. તેના માટે નિજનું ચિંતન.... વધુ એકાગ્ર થઈ. કેટલીક ક્ષણો માટે... માત્ર આત્માનું ચિંતન કરીએ... હું.... આત્મા છું.”. આત્મા છું.” શાંતિ” “શાંતિ “શાંતિ