________________ 162 હું આત્મા છું સહન કર્યું તે બધું જ વ્યર્થ. કેડીની પણ કિંમત નહીં. આપણું પણ એમ જ છે. તપ-ત્યાગ-ત્રત-નિયમ-પ્રત્યાખ્યાન બધું જ કર્યા પછી પણ જે પરભાવ ન છૂટે, સ્વભાવમાં સ્થિર ન થવાય, પરમાં પિતાના સુખની કલ્પના ન છૂટે, તો પછી બધું જ “છાર પર લીપણું એ ન્યાયે વ્યર્થ પણ સ્વભાવ દશા પ્રગટે અને નિજ પદને ઓળખતાં શીખીએ એટલે આપણે પાસ. બંધુઓ! સાંગોપાંગ બહાર નીકળેલા ઘડાને ખરીદવા જાવ, અને ટકોરે મારે તો કેવો રણકાદાર અવાજ આવે ! અને એવા ઘડાને જ પ્રેમથી કઈ ખરીદી જાય અને તેમાં પાણી ભરી તે ઠંડું થાય એટલે પીને પેટ ઠારે. બસ, બંધુઓ ! સહનશીલતા-ક્ષમા-સમતા-વિશાળતા-ઉદારતા આદિ ગુણ આટલી procedure માંથી પાસ થયા પછી આપણામાં આવી જાય તે પછી આપણો રણકે પણ કઈ ઓર જ નીકળે અને આપણે પરલક્ષી મટી જઈ સ્વલક્ષી થતાં જે ગુરૂદેવના ચરણોમાં સમર્પણ કરવું છે, તેમના અંતરને ઠારી શકીએ, એમને પ્રસન્નતા આપી શકીએ. બસ, પછી ગમે તે શા વાંચીએ બધાં જ સમ્યગૂ રૂપે પરિણમે. સદ્ગુરુને પ્રત્યક્ષ ગ ન હોય ત્યારે, પાત્ર છે આત્માદિ અસ્તિત્વને સિદ્ધ કરતાં શાસ્ત્રો વાંચવાં. તે એક આદેશ આપ્યા પછી આગળ શું કરવું તે બતાવતાં કહે છે અથવા સદગુરુએ કહયાં, અવગાહન કાજ તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ....૧૪.... સદ્દગુરુના સમીપે રહ્યો હોય, પ્રત્યક્ષ તેમને ઉપદેશ અનેક વાર ઝીલ્યો હોય, અને પછી એ યોગ કાયમ ન રહે ત્યારે તારે સ્વાધ્યાય તે સદા ચાલુ રહે જ જોઈએ. નહીં તે સંસારનાં પ્રભને તે એવાં જોરદાર હોય કે, એ પિતા તરફ જીવને ખેંચી જ જાય. માટે ગુરુદેવે જે શાસ્ત્રોને સ્વાધ્યાય કરવાનું કહ્યું હોય, તે તેમના આદેશ મુજબ જ વિચારવાં. જે શાસ્ત્રોમાં મર્મ ભર્યો છે અને જીવને સ્વમાં સ્થિર કરવાની ચાવીઓ આપી છે, તેવા જ ગ્રંથે વાંચવા પણ પિતાની જાતે