________________ કરી મતાંતરે ત્યાજ 163 મનને લેભાવે કે ઇન્દ્રિયોના વિષયોને ઉત્તેજિત કરે તેવા ગ્રન્થ તો સદા ત્યાજ્ય જ કહ્યા છે. વળી અહીં અવગાહન શબ્દ મૂકો. અર્થાત્ જે વાંચે તેમાં ઊંડા ઉતરી ચિંતન કરવાનું. એક દિવસમાં માત્ર પાંચ જ પંક્તિઓ વાંચે પણ તેના ઊંડાણમાં જઈ તેના રહસ્યને પામવાને પ્રયાસ થવો જોઈએ. વળી વારંવાર એ વંચાવા જોઈએ. એક વાર વાંચી ને છોડી દઈએ અને કહીએ કે અમે ઘણું વાંચી લીધું છે તેનું કઈ મૂલ્ય નથી. એક વાર એક સર્વ પ્રકારે વ્યસની ભાઈ એક મહારાજ પાસે આવ્યા અને કહે : મહારાજ ! મેં આખી એક લાયબ્રેરી વાંચી, જેમાં 3500 પુસ્તકે છે ! કહે, કેઈ આટલું વાંચી શકે ?" ભાઈ! તારા જીવનમાં પરિવર્તન કેટલું થયું ? વ્યસને કેટલાં છૂટયા?” પણ મહારાજ! વાંચન અને વ્યસનને શો સંબંધ ?" “બસ, તો ભાઈ ! તું માણસ નહીં પણ હાલતી ચાલતી લાયબ્રેરી ! તારામાં અને પુસ્તકો રાખવાના કબાટમાં કોઈ ફરક નહીં ! " બંધુઓ! આને અવગાહન ન કહેવાય. વાંચ્યા પછી વિચારે. વિચાર્યા પછી વાગોળે અને વાગોળે તે તેમાંથી જીવનરસ બને, તે અવગાહન. માટે જ શાસ્ત્રમાં સ્વાધ્યાય માટે બે શબ્દ મૂક્યા “વાંચના અને પરિયદૃણા” વારંવાર રિપીટ થતું રહેવું જોઈએ. અર્થાત્ તેમાં નિયમિતતા અને નિરંતરતા આ બે તે જોઈએ જ. તે વાંચેલ તો આત્મામાં પરિણમે. તે પછી અંતિમ પંક્તિમાં કહ્યું– કરી મતાંતર ત્યાજ આ ખાસ સમજવા જેવું છે. વિચારવા જેવું છે. સામાન્ય રીતે માનવ, પોતે જે કુળમાં જન્મે છે તે કુળની ચાલી આવતી ધર્મ–પરંપરાને શ્રેષ્ઠ માનતે હોય છે. સમજણપૂર્વક ધર્મને સ્વીકાર્યો નથી. ધર્મની શ્રેષ્ઠતા દિલમાં વસી, પછી એ ધર્મને ઉત્તમ માનતો હોય એવું ખાસ કરીને બનતું નથી. વિશ્વમાં જેટલા ધર્મો, મત, પંથ