________________ કરી મતાંતર ત્યાજ 161 લેચ કરાવતાં પીડા ન થાય તેમ નહીં પણ તેમાં કેટલી સમતા રહે છે તે જોવાનું છે, ભાવ પરિણતિ એ સમયે કેવી રહે છે તેના પરથી જીવના મોહ-મમત્વનું માપ નીકળે છે, તો જીવ જેટલું સહન કરે તેમ તેની પાત્રતા કેળવાતી જાય છે. સુંવાળી થયેલી માટી ચાકડે ચડે, ચાકડો ઘૂમે, કેટલી વાર સુધી તેને દંડ વડે ઘૂમાવવામાં આવે અને કુંભારના હાથની કળા વડે તેને આકાર અપાતે જાય. ચાકડા સાથે ઘૂમવું એ ઓછું દુઃખદાયી નથી. માનસમાં જન્મતા, વિવિધ પ્રકારનાં માનસિક દુઃખ પણ આપણને પીડાના બહાને ચાકડે ચડાવે છે અને રાશીના ચક્કરમાં પણ ચાકડે ચડી ઘૂમ્યા જ કરીએ છીએ. જે એ ચાકડા પરથી માટી આકાર પામ્યા પહેલાં ઉતરી જાય છે તે પાત્ર ન બને, તેમ ચોરાશીમાં ફરતે આ જીવ નાની-મોટી એનિમાં દુઃખે સહી અકામ નિર્જરા કરતા રહે અને જ્યાં તપ ત્યાગના પેગ સાથે સત્ય સમજણ મળે ત્યાં સંયમાદિથી સકામ નિજ કરતે રહે તે જલ્દી ઊંચો આવે અને ચોરાશીના ચાકડેથી ઉતરી શકે. જાણે છે ? ચાકડેથી શું એમને એમ પાત્ર ઉતરી જાય ? ના, એને દેરીથી છેદાવું પડે, ત્યારે જ ઉતરે. તેમ આ જીવે પણ છેદન–ભેદનનાં દુઃખ સહેવાં પડે. નીચે ઉતરી તડકે તપવું પડે અને તે પછી કુંભાર તેને સરખે આકાર આપવા ટપલે લઈને ટીપે છે. અંદર હાથ રાખે અને ઉપરથી ટીપે. બંધુઓ ! આપણને પણ આપણા ઉપકારી સંતે ઉપદેશના ટપલાથી ટીપે પણ આપણને તે ટક–ટક લાગે તે આપણે પામવે જોઈએ એ આકાર ન પામીએ. આપણામાં વિષય-કષાયના અને ભોગ વૃત્તિના જે આડા-અવળા આકારે પડ્યા હોય તેને કાઢવા જ સંતાન. ટપલ આપણને ટીપે. પણ ગમે છે એ ? કે કઈ મીઠું-મીઠું બેલીને માત્ર પ્રશંસા કરે તે ગમે છે ? અને હવે છેલ્લે જે સહન કરવાનું છે તે સહુથી વિશેષ આ છે, ની ભાડાની અગ્નિમાં શેકાવાનું અને તેમાંથી સાગપાંગ બહાર આવવાનું. ક્યાંય તડ નહીં. નાનું એવું છિદ્ર પણ નહીં. અને જે હેય તે આટલું 11