________________ આત્માદિ અસ્તિત્વ 151 જીવને જ્યારે રાગ-દ્વેષનું નિમિત્ત મળે ત્યારે તે તે રૂપે પરિણમે છે અને રાગ-દ્વેષના આશ્રયે ગતિ, ઈદ્રિય, કષાય, લેડ્યા. ગ, વેદાદિ રૂપે પરિણમે છે. અર્થાત્ રાગ-દ્વેષના નિમિત્તે તે તે પ્રકારનાં કર્મો બાંધે અને તે કર્મના ઉદયે કરીને ગતિ આદિને પામે. આ જીવનું વૈભાવિક પરિણમન. બીજી રીતે આપણી માનસિક, વાચિક, કે કાયિક પ્રવૃત્તિઓ થાય છે તે મેટા ભાગે કાં તે રાગાત્મક હેય, કાં તે શ્રેષાત્મક હોય. આપણે આપણું સર્વ પ્રવૃત્તિઓનું Analysis કરીએ તે ખ્યાલ આવશે કે એક પણ પ્રવૃત્તિ રાગ-દ્વેષ રહિતની નથી, બે માંથી એક ભાવ તે જોડાયેલે જ રહે છે. અર્થાત્ તે તે પ્રકારના રાગ-દ્વેષના ઉદયમાં ભળી જઈએ છીએ. આ ભળવાપણું છે તે જ વિભાવ છે, અને તેથી કર્મબંધન કરી વિભાવ પરંપરા વધારીએ છીએ. આમ કર્મોના સંગે જીવ વૈભાવિક પરિણમનથી પરિણમ્યા કરે છે. જે કમરહિત થઈ જાય, તે વૈભાવિક પરિણમન મટીને, સ્વાભાવિક પર્યાયામાં પરિણમે. હવે અહીં આપણે એ વિચારીએ કે હંમેશાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે અમને જે રાગ-દ્વેષ થાય છે, ક્રોધાદિ કષા આવે છે એ બધું જ કર્મોના કારણે થાય છે. વળી જ્યારે દુઃખ આવે ત્યારે પણ, કર્મના ઉદયે–પાપના ઉદયે કરીને દુખ આવ્યું છે. જે કર્મો ન હતો તે હું દુઃખી ન હોત.” આમ આપણું નસીબને, કર્મોને દોષ દઈએ છીએ. પણ કર્મ એ શું છે? એ કેવું અને કેવું પરિણમન છે? કર્મ જડ છે, પુદ્ગલ છે. એ પોતાના મૂળ રૂપમાં પરમાણુ સિવાય કંઈ જ નથી, પણ જ્યારે અન્ય પરમાણુ સાથે મળી ઢયણુક, ચકથી લઈ સંખ્યાત, અસંખ્યાત, કે અનંત પરમાણુઓને સ્કંધ બને છે, ત્યારે તે તેનું વૈભાવિક પરિણમન છે. વળી આખાયે લેકના વાતાવરણમાં પડેલા અનંતાનંત પરમાણુ મુક્તભાવે પોતાના સ્વાભાવિક પરિણમનમાં પરિણુત થયા કરતા હોય છે. પણ જ્યારે સ્કંધરૂપ બને છે ત્યારે જીવે કરેલા રાગ-દ્વેષના ભાવને કારણે તે પુદ્ગલ સ્કંધ જીવ તરફ આકર્ષાય છે, અથવા કહે કે જીવ રાગ-દ્વેષથી એ પુદ્ગલેને ખેંચે છે. જીવ સાથે જોડાયેલા આ પુદ્ગલ સ્કધ જુદા-જુદા રૂપે પરિણત થાય છે. તે આ પ્રમાણે છે.