________________ 150 હું આત્મા છું કયાં જે છે ? હા, આપણે સૂર્ય-ચંદ્રની ગતિ પરથી કાળને પકડવાના, માપવાના પ્રયત્ન કર્યો, અને આપણું માનસિક સમાધાન માટે કલાક, મિનીટ, સેકન્ડ, પળ, વિપળ, વગેરેનાં ગણિત મૂક્યાં. જેનાથી દિવસે, મહિના, વર્ષો, યુગે, આરાઓ, અવસર્પિણી, ઉત્સર્પિણી અને કાલચકના હિસાબ માંડ્યાં. છતાં ય એક પણ ક્ષણને પકડી રાખી શકતા નથી. અનુભવી શકતા નથી. કાળના સતત પરિણમનથી થતા, જીવ-અજીવના પર્યાયેના પરિવર્તનને લક્ષ્યમાં રાખી કાળને સમજવાની કોશિષ કરી, પણ કેઈ છશ્વસ્થ જીવ તેમાં આજ સુધી સર્વથા સફળ થઈ શક્યો નહીં. માત્ર સંપૂર્ણ જ્ઞાની પુરુષે જ આ અરૂપી દ્રવ્યને જાણી-જોઈ શકે. આ ચાર દ્રવ્ય તે તત્વતઃ જાણી લઈએ. પણ એ આત્માને કયાંય વિઘંકર નથી કે વિજ્ઞહર નથી. પણ હવે જે સમજવાનું છે તે છે પુગલ દ્રવ્ય, કે જેના વિશેની અણસમજ જ સંસારનું મૂળ છે. જગતને દેખાતે પસારે, તે પુદ્ગલ દ્રવ્યને જ. તેમાંય રૂપી પુદ્ગલ. અને અરૂપી પુદ્ગલ. જે ઇંદ્રિય દ્વારા જોઈ શકાય છે, જાણી શકાય. છે, માણે શકાય છે, જીવન-વ્યવહારના ઉપયોગમાં લઈ શકાય છે, પ્રયત્નપૂર્વક જેને ગ્રહણ કરી શકાય છે અને છેડી શકાય છે, તે સર્વ તે રૂપી. પુલે છે જ, પણ કેટલાક રૂપી પુદ્ગલે એવા છે જે રૂપી હોવા છતાં. ઈદ્રિયગોચર નથી. તેમાં મુખ્ય છે કમ. કમેને આત્મા સાથે અનાદિને સંબંધ છે. તેને અત કરે છે, આત્મા અને કર્મને જુદા પાડવાં છે. માટે જ બન્નેના સ્વાભાવિક અને વૈભાવિક બન્ને પરિણમનને જાણવા જરૂરી છે. પ્રત્યેક દ્રવ્ય પરિણમન શીલ છે. જીવ અને અજીવ, દ્રવ્ય હોવાથી બન્નેનું પ્રત્યેક સમયે પરિણમન થયા જ કરે છે. જીવનું સ્વાભાવિક પરિ. મન તેના પિતાના જ્ઞાનાદિ ગુણરૂપ પરિણમવું તે છે અને અજીવનું મૌલિક સ્વરૂપ છે પરમાણુ. તે પરમાણુ પિતે પિતામાં, પોતાના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રૂપ પર્યાયમાં પરિણમ્યા કરે છે તેનું સ્વાભાવિક પરિણમન છે. પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધે જીવ અને અજીવ બને વૈભાવિક પરિણતિએ પરિણત થાય છે.