________________ ૧૫ર હું આત્મા છું (1) દારિક શરીર, (2) વૈક્રિય શરીર, (3) આહારક શરીર, (4). કામણ શરીર, (5) મન, (6) ભાષા, (7) શ્વાસોચ્છવાસ. સંસારી જીવ પ્રતિ સમય એ એ પુદ્ગલ સ્કૉને ખેંચે છે, અને એ એ રૂપે પરિણાવે છે. એટલે પરમાણુઓનું આ વૈભાવિક પરિણમન જીવન નિમિત્તે થયું. આપણે કર્મોને દોષ દઈએ છીએ કે એણે આપણુમાં વિકૃતિ પેદા કરી, પણ પુદ્ગલનું કર્મ રૂપ વિભાવ પરિણમન પણ જીવના વૈભાવિક પરિણમનનું નિમિત્ત પામીને થયું. આપણે રાગ-દ્વેષ કરીને બહારના મુદ્દગલેને ખેંચી કર્મ રૂપે પરિણમાવ્યા, તે જડ પુદ્ગલેનું કર્મ રૂપ વૈભાવિક પરિણમન થયું. તેના મૂળ સ્વભાવમાં, કેઈ પણ જીવને કંઈ પણ ફળ આપવાપણું નથી પણ આપણે જ તેનામાં એ શક્તિ ઊભી કરી. એટલે આપણને કર્મ વિકૃત કરે તે પહેલાં જ આપણે તેને વિકૃત કર્યા, જે તેનામાં એવી શક્તિ આપણે ઉત્પન્ન ન કરી હોત તે, તેણે આપણને દુઃખ, પીડા આપ્યાં ન હત. આમ જીવ અને અજીવ બને, પિતાના વૈભાવિક પરિણામે પરિણમે છે ત્યારે જ સંસાર ઊભું થાય છે, પણ જેમ તેઓને સંગ છે તેમ વિયેગ પણ છે, અને તેથી જ જીવને મેક્ષ પણ છે. આત્માદિ અસ્તિત્વના કહી, જેમ ષ દ્રવ્યોને વિચાર કર્યો, તેમ નવ તનો પણ વિચાર કરીએ. એક જીવ અને બીજું અજીવ. આ બન્નેને તો જરૂદ્રવ્યમાં આપણે વિચાર્યા. હવે એ સિવાયનાં સાત તા-૧. પુષ્ય, 2. પાપ, 3. આશ્રવ, 4. સંવર, 5. નિર્જરા, 6. બંધ અને 7. મેક્ષ. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પુણ્ય અને પાપને સમાવેશ આશ્રવમાં કર્યો છે. માટે પહેલાં તેને સમજીએ. આશ્રવ એટલે જીવના શુભ-અશુભ ભાવે વડે કર્મોનું આત્મામાં આવવું. શુભ ભાવે આવે તે પુણ્ય અને અશુભ ભાવે આવે તે પાપ. મન, વચન, કાયાના યોગેની પ્રવૃત્તિ સાથે કષાય ભળે ત્યારે આશ્રવ થાય છે.