________________ મારા શબ્દોમાં હું તેને આત્મસિદ્ધિ નથી કહેતે પરંતુ આ ગ્રન્થ તે સિદ્ધિને આત્મા છે. દુનીયામાં જે કઈ સિદ્ધિ કે પ્રસિદ્ધિઓ છે-તે વારતવિક ઉત્તમ સિદ્ધિઓ નથી– પરંતુ જેના પ્રભાવે સિદ્ધ-બુદ્ધ થવાય તે વાસ્તવિક સિદ્ધિ છે અને તેવી સિદ્ધિ માટે- જે અનુપમ વાણું પ્રગટી હોય છે તેમાં સિદ્ધિને આત્મા બોલે છે. સિદ્ધિના આત્માને વાચા આપનાર સાધારણ વક્તા ન હોય શકે-જેણે અધ્યાત્મ તત્વ ઘુંટીને પીવાની સાધના કરી હોય તે આત્માજ આ વાચાને વદી શકે. આપણુ લાડીલા વિક––P.H.D. તો થયા, પરંતુ આ તરૂલતાજી જ્યાં સુધી ચન્દનના વૃક્ષ ઉપર ન ચડે ત્યાં સુધી તે સાચા તરૂલતાજી કેમ કહેવાય! અને પ્રવચન આપતા આપતા તેઓ આત્મ સિદ્ધિની બંસરી બજાવી ઉઠયા. એ અદ્દભૂત નિનાદ, મધુર આહલાદકતા ભાવ આપણી સામે પ્રગટ થઈ રહ્યો છે. તેઓએ ચન્દનને સ્પર્શ કર્યો છે અને તરૂલતા મટીને ચન્દન-લતા થઈ ગયા છે. આ મંગળ પ્રસંગે ઉપર્યુક્ત ચન્દ શબ્દોમાં મારી અંતરંગ શ્રદ્ધાને અભિવ્યક્ત કરતાં હું અપાર હર્ષ અનુભવી રહ્યો છું. શ્રી તરૂલતાજીના પ્રવચન અને તે પણ અધ્યાત્મ પ્રવચન પ્રગટ થાય મારા માટે અણમેલ આનંદના પ્રાગટયને પ્રસંગ છે. તેમના પ્રવચન પ્રકાશનના સુસંવાદથી હું ભાવ વિભોર થયે કે મારા અંતરના ભાવને લેખિની દ્વારા પ્રગટ કરી શકતું નથી. મને દઢ વિશ્વાસ છે કે આ પ્રવચન-લતા સંપૂર્ણ ભારતના જેને તથા સકળ અધ્યાત્મ પ્રેમી જનતાને એવી ઉંડી સ્પર્શી જશે કેઅત્યાર સૌ પિત પિતાના પ્રવચને છપાવાની જે દોટ મારી રહ્યા છે અને જેનાં બહુધા પુસ્તકના કલેવર સિવાય કશું પ્રાપ્ત થતું નથી-ત્યાં આ સિદ્ધિ ગ્રન્ય વસ્તુતઃ પ્રવચન-પુસ્તકને મણિ બની કૌસ્તુભ મણિ જેવો ચમકશે. ગુજરાતી સિવાય બીજી ભાષાઓમાં પણ પ્રગટ થવા આ ગ્રન્થને સ્વતઃ બળ મળી રહેશે.