________________ પરમ શ્રદ્ધેય બા.બ્ર.પ.પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.ના આશિર્વચન I આત્મ-સિદ્ધિનું શિ૫ % હજુમૂળ પુસ્તક કે પ્રવચન લત્તા મારા હાથમાં નથી આવી–પરંતુ તે મહાગ્રન્થની સૌરભ મારા સુધી પહોંચી ગઈ છે. અને પુસ્તકના આધારે નહિ પરંતુ શ્રી તરૂલતાબાઈ મહાસતીજીના પરિચયના આધારે તથા તેમની નિરાળી પ્રવચન શૈલીના આધારે આ આશીર્વચન-ની પંકિત પીરસતાં આનંદને અનુભવ કરી રહ્યો છું. ગાનુયોગ છે કે-આત્મસિદ્ધિ અને તરૂલતા જેમ સોનાની મૂર્તિ અને શ્રેષ્ઠકલાકાર, મારબલનું મંદિર અને મહાશિષ્પીને સુગ થાય તેવી રીતે આત્મસિદ્ધિ જેવા સો ટચના સોનાને તરૂલતા જેવા સ્વર્ણકાર સ્પર્શ કરે છેપછી આત્મસિદ્ધિનું નવનીત નવી નવી પ્રતિભા સાથે પીરસાય-તેમાં આશ્ચર્ય શું? ઉત્તમ શ્રોતાની આવશ્યકતા છેડીને કશી કમી રહેતી નથી. આત્મસિદ્ધિ ઉપરના તરૂલતાજીના પ્રવચને એટલે ગુલાબને બગાન (બગીચે) અધ્યાત્મ સાહિત્યમાં આવા બગીચા સહજ રીતે ખીલી જતા હોય છે-ક્યારે ? જ્યારે ઉત્તમ માળી–ભંડારમાં પડેલા ઉત્તમ બીજેને સારી રીતે વાવી, તેમના રોપા બનાવી–ઉત્તમ રીતે સીંચન કરતે હોય છે–ત્યારે ! અહિ પણ ત્રિગ સહજ રીતે ઉપલબ્ધ થાય છે. 1 ઉત્તમ સુપાત્ર શ્રોતાઓથી મહેકતે મદ્રાસ જેવો શ્રીસંઘને તેનું ક્ષેત્ર 2 આત્મસિદ્ધિ જેવું ઉત્તમ બીજારણ 3 તરૂલતા જેવા કલાપૂર્ણ ઉત્તમ માળી-ભકિત રૂપી જળથી સીંચન કરનારા પછી આ કાર્ય કેટલું સુન્દર થશે-તે મને સહજ સમજાય રહ્યું છે. વસ્તુતઃ આત્મસિદ્ધિ તે આપણા જૈન જગતને અણમોલ ખજાનો છે. આ રત્નરાશિને જોયા પછી એમજ થતું હોય છે કે આની ઉંડાઈને કઈ માપનારા નિકળે આ હીરા સરાણે ચડે તે કેવા ચમકે પરંતુ કલાકાર વિના આ કામ સંભવ નથી હોતું.