________________ પુનઃ મદ્રાસ શ્રી સંઘ તથા તરૂલતાજીએ સ્વયં, આશીવચન મોકલવા પ્રેરણું કરી છે–તેથી ગૌરવ સાથે સંતુષ્ટિ અનુભવતાં સશિષ્યાના સુપરાક્રમ માટે વીરપ્રભુની અસીમ કૃપા માનું છું. અંતમાં એક બહુ જરૂરી પંક્તિ લખીને વિરમું છું–તે છે મહાતા, આગમ-વિહરિણી પ્રવચન પ્રૌઢા શ્રી લલિતા બાઈ સ્વામી-તરૂલતાજીના વહાલા બાપજી-તેમના ગુરુ જેની અનુપમ-કૃપાથી તરૂલતાજીએ જે ઉત્તમ સંસ્કાર મેળવ્યા ને સહજ ભાવે આત્મ સિદ્ધિના હિમાલયમાં વિચરણ કરી વાવટે ફરકાવી શક્યા. આનંદ મંગલમ