________________ આત્માદિ અસ્તિત્વ 145 શક્તિઓ હોય, તે સર્વ શક્તિઓથી આરાધના થાય ત્યારે એનું પરિણામ કંઈક જુદું જ આવે. શ્રેણિક પાસે શારીરિક, માનસિક શક્તિ હતી, તેની સાથે-સાથે આર્થિક શક્તિ પણ હતી. તેઓ રાજા હોવાના કારણે સંપન્ન હતા. પ્રભુના ચરણની ઉપાસના કરતાં–કરતાં, એણે ધર્મ - દલાલી કેટલી કરી ! માત્ર પ્રભુના ચરણોમાં બેઠા, ચરણવંદના કરી કે દેશના સાંભળી અને રાજગૃહીમાં 14 ચોમાસા કરાવ્યાં એટલું જ નહીં, પણ પિતે ચારિત્ર ગ્રહણ નહતા કરી શક્તા તેને તેમને સતત ખેદ વસ્ય કરતે, દુઃખ રહેતું. તેઓ જ્યારે જેતા કે પ્રભુની દેશના સાંભળી અનેક ભાગ્યવાન જી ચારિત્ર અંગીકાર કરે છે, પોતાની રાણીઓ અને રાજકુમાર દીક્ષા લે છે, અને પોતે ચારિત્ર-ગ્રહણમાં અસમર્થતા અનુભવે છે, ત્યારે તેમના અંતરને ખેદ પરાકાષ્ઠાએ પહોંચે અને એ ખેદે તેમને ખળભળાવી મૂકયા. તેમણે ધર્મદલાલી શરૂ કરી. પિતાની આર્થિક શક્તિ વડે સહના સહયેગી બની અનેક જીવને ચારિત્ર ગ્રહણ કરવા માટેની અનુકુળતા ઊભી કરી દીધી. અને તેમના અંતરમાં રહેલા ઉત્કૃષ્ટ શુભ ભાવેએ તેમને તીર્થકર બનવા માટેના માર્ગે મૂકી દીધા, અર્થાત તેમણે કરેલી નિષ્કામ આરાધના વડે તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું, અને તે પણ જેવા ભગવાન મહાવીર થયા તેવા જ તીર્થકર તેઓ થશે. આ જ ભરત ક્ષેત્રમાં, આવતા ઉત્સર્પિણ કાળના ચોવીશ તીર્થકર મહેલા પ્રથમ તીર્થકર થશે. આમ તીર્થકરના સમાગમે તેઓ તીર્થકર થશે. સત્સંગની શક્તિએ બીજું કામ કર્યું, તે એ કે શ્રેણિકને સમ્યગુદર્શન પ્રાપ્ત થયું. તેમણે આત્મ-સાક્ષાત્કાર કરી લીધે. નરકનું આયુષ્ય તે પહેલાં જ બંધાઈ ચૂક્યું હતું. તેથી નરકમાં જવું તે અનિવાર્ય જ હતું, અને શાસ્ત્રો કહે છે કે તેઓ નરકમાં ગયા પણ નરકની અસહ્ય વેદના તેઓ શાંતિથી સહેતા હોય. તેમના આત્મામાં રહેલું સમ્યગદર્શન તેમને દુઃખની અનુભૂતિ ન થવા દે. કેમ ન થવા દે? દુઃખ અને તે દુઃખ જ છે. મિથ્યાત્વીને શારીરિક, માનસિક દુઃખ આવે તેવાં જ સમ્યકુત્કીને આવે. પણ 10