________________ આત્મા તત્વ.. ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દર્શની, પ્રભુ વીર જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્ર-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના નિજ-પદને ઓળખાવી જિનસ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. જીવને ચરમ અને પરમ ધ્યેય પણ એ જ છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી પુરુષાર્થ દ્વારા જિનપદને પામવું. આપણા સહુના આત્મામાં જિન-પદ પડયું છે. જેટલા ભવ્ય આત્માઓ છે તે સહ જિન થવા સર્જાયા છે. ભવ્યત્વ મેક્ષ પામ્યા પછી જ વિરમે છે. જીવને પુરુષાર્થ મોક્ષ પ્રાપ્તિ સુધી ચાલુ જ હોય છે. એ પદની પ્રાપ્તિ અર્થે અહીં સદ્ગુરુનો મહિમા ગાય છે. જેઓ જીવને સન્માગે પ્રેરે છે. સત્સંગમાં એ શક્તિ છે કે તેને યથાર્થ રીતે આરાધવામાં આવે છે, જીવને જિનની કક્ષામાં મૂકી દે છે. રાજા શ્રેણિકના જીવનનું પરિવર્તન, સત્સંગનું જવલંત ઉદાહરણ છે. રાજા શ્રેણિકે ભગવાન મહાવીરનાં ચરણની ઉપાસના કરી. તે એવી કરી કે, તેમનામાં તીર્થકર થવાની યેગ્યતા પ્રગટ થઈ. દુર્જન કે પાપી વ્યક્તિ, સંતના સમાગમે સજ્જન બની શકે, પાપોને છેડી દઈ શકે. પણ સંતના સમાગમે સંત બનવું કે તીર્થકરની ઉપાસનાથી તીર્થંકર પદ પ્રાપ્ત કરવાની યેગ્યતા મેળવી લેવી, એ અત્યંત દુષ્કર વાત છે. રાજા શ્રેણિકે એ જ કર્યું. શ્રેણિક પહેલાં તે જૈન ધર્મના વિરોધી હતા, પણ જયારે એ માર્ગે વળ્યા ત્યારે ભગવાન મહાવીરના ચરણોમાં એવી અનન્ય ભક્તિ જાગી ઉપાસના કરવી એટલે માત્ર શ્રદ્ધા કે આદર નહીં પણ જીવની જેટલી