________________ સમયે જિન સ્વરૂપ 143 પ્રગટ કરે છે. જયાં આપણે જિનરૂપ સમજવું છે ત્યાં આ બન્ને અતિશને સમજવા પણ જરૂરી છે. તે આમ અરિહંત જિનેશ્વરનું વિસ્તૃત વર્ણન આપણે કરી ગયા. જેને અંતરથી સમજવાનો પ્રયાસ કરીએ. કારણ, સમજ્યા વણ ઉપકાર છે, સમજ્ય જિન સ્વરૂપ. | જિનેશ્વર પ્રભુનું સ્વરૂપ સમજીએ નહીં, તેમનામાં રહેલી અલૌકિકતા પ્રત્યે આદર ન પ્રગટે, તેમના ગુણોની અપૂર્વતા જે લક્ષમાં ન આવે, તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ જાગે ક્યાંથી ? અને તે વિના કલ્યાણ પણ કેમ થાય ? માટે જે અરિહંત પ્રભુના વાસ્તવિક સ્વરૂપને, સદગુરૂના ચરણશરણના આશ્રય વડે સમજીશું તે જ આપણે આપણું ઉદ્ધાર કરી શકીશું. અન્યથા ગમે તેટલાં વર્ષે ગુરુદેવના સાનિધ્યમાં રહીએ પણ તેઓના ઉપદેશને આત્મસાત્ ન કરીએ તે ગુરુદેવે કરેલા ઉપકારનું ફળ, કશું યે પામી શકીશું નહીં. માટે જ સદ્દગુરુના શરણને અનન્યભાવે ભજી આત્મામાં જિનરૂપની સમજણ વડે, નિજરૂપને પામવાની તીવ્ર લગન લગાડીએ. હવે આગળ જીવને શું કર્તવ્ય છે તે અવસરે કહેવાશે.