________________ 146 હું આત્મા છું જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુઃખ રહિત ન કેય; જ્ઞાની ભગવે જ્ઞાનશું, મૂરખ ભોગવે રેય ! એ ન્યાયે સમ્યગદર્શનીની દષ્ટિ બદલાઈ ગઈ હોય. એ દુઃખને દુઃખરૂપ ન જુએ. એ હંમેશાં અનુભવે કે, મારાં કરેલાં કર્મોના ફળ ભેગવું છું. કેઈએ મને દુઃખ નથી આપ્યું. આ કર્મો તે મારા આમં. ત્રિત મહેમાને છે. જીવ રાગ-દ્વેષથી કર્મો બાંધે છે, એટલે કે આત્મામાં રાગ-દ્વેષના ભાવો જાગે ત્યારે એક પ્રકારનું સ્પંદન પેદા થાય છે. તે સ્પંદનના કારણે આપણી આસપાસ પડેલા કર્મ–પરમાણુઓ પણ આંદોલિત થાય છે અને ખેંચાઈને આત્મા પર આવે છે. તેને આપણે કર્મબંધ કહીએ છીએ હવે આ કર્મો જેવા જીવને વળગે કે તરત જ તેનામાં જુદી જુદી જાતની યેગ્યતા ઊભી થાય છે. કર્મ પરમાણુઓ તે જડ છે. તેને ખબર નથી. કે ક્યારે ઉદયમાં આવી જીવને ફળ આપવું. પણ જે સમયે કર્મ બાંધ્યા એ સમયે જ તેમાં સ્થિતિ નિર્માણ થાય છે. આ સ્થિતિ બે પ્રકારે નિશ્ચિત થાય છે. એક તે કર્મ બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે તેને અબાધા કાળ કહે છે અને બીજી સ્થિતિ તે ઉદયમાં આવ્યા પછી કેટલા સમય સુધી એ કર્મ ભેગવવાનું છે. આમ કર્મનું ગણિત એકદમ નિશ્ચિત છે, જેમાં કશો ય ફરક પડતો નથી. કર્મોમાં આવી સ્થિતિ નિર્માણ થવાનું કારણ છે આપણા ભાવ. એટલે એને અર્થ એ થયે કે આપણે જ કર્મોને કહી દીધું કે અમુક સમયે આવજે. અને આપણું આમંત્રણ સ્વીકારી એ ચેકકસ સમયે આવીને ઊભા જ રહે. એટલે ઉદયમાં આવેલાં શુભાશુભ કર્મો તે આપણે ત્યાં આવેલા આમંત્રિત મહેમાને છે. બંધુઓ ! કહે તે ! તમે જેને આમંત્રણ આપીને બોલાવ્યા હોય તેઓ આવે ત્યારે કેટલે આનંદ થાય? તેને કેવા સાચવે? કેટલા પ્રેમથી ! કેટલા આદરથી! કેટલા માનથી તેઓને સન્માન, સત્કાર! એ આવે તે મેટું ન બગાડે, કંટાળો ન લાવે. એ જ રીતે સમ્યગ