________________ સદ્ગુરુના ઉપદેશ વણ 131 - સહજ નિજ આલેસે ભાસિત જિનેશ્વર પ્રભુ, અરિહંત પરમાત્માનું જ્ઞાન સ્વ–પર પ્રકાશક હોય છે. જે પિતે પોતાને જાણે છે અને સમસ્ત લેકને પણ પિતાના જ્ઞાનથી જાણે છે. એટલું જ નહીં સ્વયં સંબુદ્ધ હૈ. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે તીર્થકર થવા સર્જાયેલે આત્મા પૂર્વ ભવની સાધનાના કારણે પોતામાં એવી ગ્યતા લઈને જ હોય કે તેમને, આ ભવમાં ગુરુના ઉપદેશની આવશ્યકતા ન રહે. તેમને દીક્ષા લેવાને ભાવ સ્વયં સ્કુરિત હોય. તેઓ કેઈ દ્વારા બોધ પામે અને પછી ચારિત્ર ગ્રહણ કરે એવું તેમને ન હોય. વળી મતિ, મૃત અને અવધિ આ ત્રણ જ્ઞાન તથા ચોથું સમ્યગદર્શન, આટલી વિશેષતાઓ લઈને જ જન્મ. ગર્ભકાળમાં પણ આ શક્તિઓ સાથે જ હોય. એટલે જમ્યા પહેલાં જ તેઓ જાણે છે કે તેઓ ભાવિ તીર્થકર છે. આમ તેઓના આત્મ-પ્રકાશ માટે બીજાના-કેન પ્રકાશની જરૂર નથી. તેઓ સ્વયં પ્રકાશિત જ હોય છે. ધર્મ તીર્થંકર- ધર્મ-તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય છે. અંધુઓ ! તીર્થની સ્થાપના કરવી એ કઈ મામૂલી વાત નથી. જાણે છો ને? કે અહીં આ કાળમાં તમારી ભૌતિક દુનિયામાં એક નાની એવી સંસ્થાની સ્થાપના કરવી હોય તે તે પણ સહુની શક્તિ નથી હોતી. જેની પાસે શરીરબળ, મનબળ, ધનબળ, બુદ્ધિબળ વગેરે વગેરે બળ હોય તે જ કરી શકે છે. અન્યનું એ ગજું નથી. એમ જેઓએ પૂર્વે જબરદસ્ત પુણ્યાઈ કરી છે, પુણ્યાનુબંધી પુણ્યનું બળ સાથે લઈને આવ્યા છે તેવા અરિહંત જ તીર્થની સ્થાપના કરે છે. કેવળી તે કરે થાય પણ તીર્થની સ્થાપના કરનાર તીર્થકર માત્ર 24 જ થાય. શુભંકર- તે, અરિહંત પરમાત્મા પિતાના પુણ્યબળથી તથા આત્મામાં પ્રગટી ચૂકેલા અનંતજ્ઞાન, અનંતવીર્યના અસાધારણ ગુણોને કારણે, તીર્થની સ્થાપના કરે છે. વળી “શુભંકર” તેમના આત્મામાં જાગેલી સંપૂર્ણ ભાવદયા, વ્યવહારમાં દ્રવ્યદયા રૂપ વાણીને વ્યવહાર કરાવે છે તેથી અરિહંતના આશ્રયે સહનું શુભ-કલ્યાણ જ થાય છે. તીર્થકરના ચરણમાં