________________ 130 હું આત્મા છું છે. તીર્થકરેના સમયમાં, તે ત્યાં સુધી કે મહાવીરના સમયમાં પણ કેઈ જેન નહોતા કહેવાતા, પણ “આહંતુ” કહેવાતા. કારણ, આપણું પ્રભુ અરિહંત હતા અને અરિહંતને ઉપાસક તે આહંત. - અરિહંત પરમાત્મા એટલે કે તીર્થકર દેવ, સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા રૂપ ચાર તીર્થની સ્થાપના કરે, સાધુ ધર્મ અને શ્રાવક ધર્મની પ્રરૂપણ કરે અને એ ધર્મ પાળનાર આહંત કહેવાય. પછી તે સાધુ ધર્મ પાળનાર હોય કે શ્રાવક ધર્મ પાળનાર હોય, અને આહંત. એટલે મૂળમાં આપણે સહુ આહંત કહેવાતા હતા. પરંતુ પછી આચાર્ય–પરંપરામાં, આ શબ્દમાં પરિવર્તન આવ્યું. જેમ ભારતની બીજી ધર્મ–પરંપરાઓમાં, શિવને ઉપાસક શેવ કહેવાય, વિષ્ણુને ઉપાસક વૈષ્ણવ કહેવાય, બુદ્ધિને ઉપાસક બૌદ્ધ કહેવાય, તેમ અરિહંત ને બીજા શબ્દોમાં જિન કહેવાય એટલે જિનને ઉપાસક જેન કહેવાય. માટે આપણે સહુ જેન કહેવાઈએ છીએ. - દરેક જૈનનું એ કર્તવ્ય છે, કે એ જેમને ઉપાસક છે એવા જિનનું સ્વરૂપ સમજે. જિન એટલે કેણ અને કેવા હોય ? હાં, સાદી સીધી વ્યાખ્યા તે આપણને સહુને ખબર છે કે જેમણે રાગ-દ્વેષને જીતી વીતરાગતા પ્રાપ્ત કરી તે જિનેશ્વર. પણ આટલા માત્રથી તેમનું સંપૂર્ણ સ્વરૂપ સમજી શકાતું નથી. અરિહંત પરમાત્માનું સ્વરૂપ તે મહિમામય છે, જેમાં અનંત ગુણેના ધારક છે. જે સ્વરૂપને સર્વથા સમજી શકવા તે આપણે સમર્થ નથી. પણ આપણા મહાપુરુષોએ, આપણા અંતરમાં જિનેશ્વર પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને આદર જાગે એટલા માટે અરિહંત પરમાત્માનું સ્વરૂપ સમજાવવા કેશિષ કરી છે. અરિહંતના સ્વરૂપને બતાવતાં એક આચાર્ય કહે છે - સહજ નિજ આલેસે ભાસિત સ્વયં સબુદ્ધ હૈ ધર્મ તીર્થંકર શુભંકર વીતરાગ વિશુદ્ધ હૈ ગતિ પ્રતિષ્ઠા વાણુ દાતા આવરણુએ મુકત હૈ દેવ અહંન દિવ્ય ગ જ અતિશાસે યુકત હૈ.