________________ સદ્ગુરુના ઉપદેશ વણ 129 જે આત્મસાત્ થયું તેને આચરણમાં ઉતરતાં વાર ન લાગે, તે સહજ રૂપે આચરણમાં ઉતરી જ જાય. માટે જ કહ્યું: “પાલેમિ હું પ્રત્યેક સ્થિતિમાં ધર્મનું પાલન કરું છું. અર્થાત્ જે તો મારે આચરવા યોગ્ય છે તેનું આચરણ કરું . જ્યાં સ્પર્શ અને આચરણ તાણું-વાણાની માફક વણાઈ જાય છે ત્યાં જ અનુભવનું પિત તૈયાર થાય છે. તાણાવાણા જ્યાં સુધી જુદા છે ત્યાં સુધી એ માત્ર સૂતર છે, કાર્યકારી નથી. પણ વસ્ત્ર બને છે ત્યારે એ અંગ-ઢાંકણ બની જાય છે. તેમ શ્રદ્ધા, પ્રીતિ, રુચિ, સ્પર્શ અને પછી આચરણ. આચરણની મહત્તા કેટલી છે તે બતાવતાં છેલ્લે શબ્દ મૂકે “આણુ. પાલેમિ.” હું ધર્મનું પાલન તે કરું છું, પણ તે માત્ર એક જ વાર કરીને છેડી દઉં તેમ નહીં. પણ વારંવાર સતત આત્મદશામાં આચરણનું તત્ત્વ ઉતરી જાય તેમ. વળી “આશુપાલેમિને બીજો અર્થ, આચાર્ય જિનદાસ એ પણ કરે છે કે પૂર્વકાળે થયેલા સભ્યો દ્વારા પાલિત ધમનું હું પણ એ રીતે જ પાલન કરું છું - આમ સદ્દગુરુના ઉપદેશને સાંભળ્યા પછી આટલા સ્ટેજમાંથી પાસ થવું પડશે. તે જ તેમને કહેલ ઉપદેશ અંતરમાં ઉતરશે અને તેમના દ્વારા જિન-સ્વરૂપને સમજવું છે તે સમજી શકીશું બંધુઓ ! જિન-સ્વરૂપ એટલે વાસ્તવિક્તાએ આપણું પિતાનું સ્વરૂપ. એને પામવું કેઈ સરલ કામ નથી, કેટલી બધી તૈયારી હોય ત્યારે જ તે પામી શકાય ! તે હવે ગુરુદેવે ફરમાવેલ એ જિનનું સ્વરૂપ કેવું છે તે જોઈએ. જિન કેને કહેવાય? બહુ જ સ્થૂલ શબ્દોમાં વ્યાખ્યા કરીએ તે જેઓ જીતી ગયા છે તે જિન, અર્થાત જેમણે રાગ-દ્વેષને જીત્યા તે જિન. અને એવા જિનને ઉપાસક તે જેન. બંધુઓ ! જાણે છે ? આપણે જૈન કહેવાઈએ છીએ પણ આ જૈન શબ્દ તે બહુ પાછળથી આવેલે