________________ 128 હું આત્મા છું કરણમાં એક વાર રુચિ જાગૃત થઈ ગઈ, તે કદાચ સંગ વશ આચરણ ન કરી શકતું હોય તે ય તેની રુચિ ચાલી ન જાય. અને આ જ રુચિ તેનામાં આચરણની શક્તિ પેદા કરે. તત્વની રુચિ જીવમાં જે એક વાર જાગૃત થઈ જાય, તે જીવ તેને પામવાને પુરુષાર્થ કરશે. આપણા સહુના હૃદયમાં કઈને કઈ પ્રકારની રચિ તે પડી જ છે. પણ તે રૂચિ સંસારની હોય છે, સંસારના પદાર્થો ની હોય છે. જેની રુચિ છે તેને મેળવવાને પુરુષાર્થ પણ એટલે જ કરતા હોઈએ છીએ. જેવી સંસારના ભેગની રુચિ છે, એથી પણ તીવ્ર રુચિ વીતરાગવાણુને અંતરમાં ઉતારવાની કેળવીએ તે જ તત્ત્વ સમજાય. નિશદિન મન ઝંખતું હોય કે ક્યારે મને વેગ મળે અને ક્યારે તેના શબ્દો મારા કાને પડે ! કયારે સત્સંગ મળે ને પામી લઉં ! એવી તીવ્ર પિપાસા જાગૃત થાય તેનું નામ ""i ! ત્યારબાદ “ફાસેમિ.” હું એ તત્ત્વને સ્પર્શ કરું છું. ધર્મને સ્પર્શ એ શું છે? કેને થાય એ સ્પર્શ ? બહુ જ વિચારવા જેવી વાત છે. આપણું પાચે ઇંદ્રિયમાં સહુથી વધુ સંવેદનશીલ હોય છે તે આપણી સ્પર્શેન્દ્રિય છે, જે ત્વચાના રૂપે આખા શરીર પર મઢાયેલી છે. અન્ય ઈન્દ્રિયે પિતાના વિષયને ગ્રહણ કરીને એટલું સંવેદન નથી કરી શકતી જેટલું સંવેદન ત્વચા કરે છે. સ્પર્શ વડે ભાવેને, સારા-નરસા વિચારને, જીવ ગ્રહણ કરે છે. અરે ! ભારતીય સાધના પરંપરામાં જેમ મંત્ર દીક્ષા, દષ્ટિ દીક્ષા અપાય છે તેમ સ્પર્શ દીક્ષા પણ અપાય છે. અર્થાત્ સમર્થ આધ્યાત્મિક ગુરુ સ્પર્શ માત્રથી સાધકને સમાધિમાં લઈ જઈ શકે છે. સદ્દગુરુના હાથને સ્પર્શ થાય અને સાધક ભાવ-સમાધિને અનુભવ કરી લે !તે સ્પર્શ સારા-નરસા ભાવને વાહક છે. આ તે શારીરિક સ્પર્શની વાત થઈ અહીં જે સ્પર્શની વાત છે તે આત્માથી સ્પર્શવાની વાત છે. ગુરુને ઉપદેશ–તત્વ આત્માને સ્પર્શી જાય અને આત્મા એક પ્રકારનું ઊંડું સંવેદન અનુભવે. આખરે સંવેદનાની શક્તિ તે આત્માની જ છે ને ? એટલે “ફાસેમિ” થી જે તત્વ સાંભળ્યું છે તે આત્મસાત્ થઈ જાય છે.