________________ 132 હું આત્મા છું ગયેલા જીવને ઉદ્ધાર થાય, થાય ને થાય જ. આમ સહ જેનું મંગલ વીતરાગ વિશુદ્ધ હૈ- રાગ-દ્વેષને જીતી વિતરાગ થયા છે. તેમને આત્મા સર્વ દોષોથી રહિત હેવાના કારણે વિશુદ્ધ છે. બંધુઓ ! જાણો છો ? અરિહંત પરમાત્માએ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો છે. અહીં જરા વિચારીએ. આઠ કર્મો (1) જ્ઞાનાવરણીય (2) દર્શનાવરણીય (3) વેદનીય (4) મેહનીય (5) આયુષ્ય (6) નામ (7) ગોત્ર (8) અંતરાય. આ આઠ કર્મોમાં ચાર ઘાતી કર્મ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય. એ ચાર એકાંત પાપરૂપ છે. આ કર્મોની 47 પ્રકૃતિમાં એક પણ પુણ્ય પ્રકૃતિ નથી. અને બાકીનાં ચાર કર્મો જે અઘાતી કહેવાય છે તેમાં પુણ્ય-પાપ અને પ્રકારની પ્રકૃતિઓ છે. વેદનીયમાં શાતા વેદનીય પુણ્યરૂપ અને અશાતા વેદનીય પાપરૂપ. આયુષ્યમાં દેવ-મનુષ્યનું આયુષ્ય પુણ્ય રૂપ, તિર્યંચનું આયુષ્ય બન્નેમાં પુ–પાપ રૂપ અને નારકીનું આયુષ્ય પાપ રૂપ. નામ કર્મમાં શુભ પ્રકૃતિએ પુણ્ય રૂપ અને અશુભ પ્રકૃતિઓ પાપ રૂપ. અને ગોત્ર કર્મમાં ઉચ્ચ ગેત્ર પુણ્ય રૂપ અને નીચ ગોત્ર પાપ રૂપ. આમ આ ચાર અઘાતી-કર્મો પુણ્ય-પાપ બને રૂ૫ છે. હવે અરિહંત પ્રભુને એકાંત પાપ રૂપ એવા ચાર ઘાતી કર્મો તે હેતાં નથી અને અઘાતી કર્મોમાં પણ મોટા ભાગે પુણ્ય પ્રવૃતિઓ હાય છે. તેથી પાપ ભાવ અને પાપ કર્મો બન્નેને નાશ થઈ જતાં તેઓને આત્મા વિશુદ્ધ છે. વળી રાગ-દ્વેષ જેવા ભયંકર દોષને તે તેઓએ સર્વથા હણું નાખ્યા છે તેથી તેઓ સર્વથા વિશુદ્ધ છે. ગતિ પ્રતિષ્ઠા રાણ દાતા આવરણસે મુક્ત હૈ અરિહંત પરમાત્માની ઉપાસના, જીવને ત્રણ ચીજો આપે છે. એક તે ગતિ. જેઓ અરિહંતને શુદ્ધ હૃદયથી ભજે તેની દુર્ગતિ કદી થાય નહીં. હલકી ગતિ એમાં તે ન જ જાય, પણ અરિહંતની ઉપાસના અરિહંત બનાવે, એટલે કે પંચમ ગતિ રૂપ મેક્ષ અપાવે.