________________ 124 હું આત્મા છું રાજ્ય આપવાને કેલ કર્યો, વાત નક્કી થઈ પણ વફાદાર મંત્રીને આ ન રુચ્યું. તેને વિચાર છે કે જે આમ જ હશે ને આવેલ માણસ પિતાની વાતમાં સફળ થશે તો અધું રાજ્ય દેવું પડશે, જે ઠીક નથી થતું, અને તેણે ચાલાકી વાપરી. પેલા માણસને સન્માનપૂર્વક પિતાને ઘરે લઈ ગયે અને તેને વિશ્વાસ જીતી લઈ જેવા માટે બી માંગ્યાં. પેલાને ખબર ન પડે તેમ બી શેકી નાખ્યાં. બીજે દિવસે સવારે જ્યારે એ માણસ રાજા સમક્ષ હાજર થયો અને બહુજ ઉત્સાહપૂર્વક અદ્ભુત ચમત્કાર બતાવવા માટે બીને જમીનમાં વાવ્યા. અને રાહ જુએ છે કે હમણાં જ અંકુર ફુટશે. પણ પાંચ-સાત-દશ મિનિટ વીતી ગઈ. પેલે અકળાયો. છતાં ધીરજ ધરી રાહ જુએ છે. પણ કલાક-બે કલાક થયા. છતાં કંઈ પરિણામ ન આવ્યું. ત્યારે અપમાનિત અને નિરાશ થઈને ત્યાંથી ચાલ્યા ગયા. બંધુઓવિચારો ! કેમ તે સફળ ન થયે ? માત્ર એક જ કારણ કે બીજ એ જ હેવા છતાં પણ સેકાઈ ગયાં હતાં. જેથી તે અંકુરિત ન થયાં. તેની પાછળ કરેલી મહેનત બધી જ વ્યર્થ ગઈ. તે જ રીતે આપણામાં જે આત્મવિચાર ન ઉગતો હોય તે સમજી લેવું ઘટે કે આપણાં બીજ પણ કેઈકે સેકી નાખ્યાં છે. કે સેક્યાં ? - આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી આપણે આત્મામાં પડેલી શક્તિ શેકાઈ ગઈ છે. આપણે આપણાં બીજને સંભાળી શકયા નથી ! આત્માના એક - એક પ્રદેશ પર આત્મદર્શન પ્રગટ થઈ શકે એટલી વીર્ય શક્તિ પડેલી છે, છતાં એ પ્રગટ થઈ શકતી નથી! આપણું પક્ષે એક મોટું આશ્વાસન છે, કે પેલાં શેકાયેલાં બીજ ફરી કદી અંકુરિત થવાની શક્તિ પાછી મેળવી શકતાં નથી પણ આપણું અંતરમાં પડેલી એગ્યતા તે પુરુષાર્થ દ્વારા જાગી ઊઠી શકે છે, અને અંકુરિત થઈ ફલિત શકે છે. તે આ આપણું શક્તિને જાગૃત કરવા પ્રત્યક્ષ સદ્દગુરુને ઉપકાર અને પક્ષ જિનેશ્વરને ઉપકાર-આ બન્નેનું મહત્ત્વ સમજી લઈએ અને તેઓ પ્રત્યે અંતરમાં શ્રદ્ધા, માન, ભક્તિ, આદર જગાડીએ તે જ આત્મવિચાર પ્રસ્ફટિત કરી શકીશું.