________________ ઉગે ન આત્મવિચાર 123: નહીં. તેમ આપણા મનમાં સસમાગમે કયારેક આત્મા વિષયક વિચાર જાગી જાય અને પાછી સંસારની જાળમાં અટવાયા કે વિચાર શમી જાય તે તેનું કાંઈ જ મૂલ્ય નહીં. પણ જાગેલે વિચાર અંતરના ઊંડાણ સુધી પહોંચી જઈ તેમાં જ રમ્યા કરે છે તે અંતર્ભે દ કરવા સમર્થ બને છે.. સ્વભાવ અને વિભાવ એક રૂપ થઈ ગયા હોય એવી રીતે જાણે આત્મામાં પડયા છે. તેને ભેદી નાખે, સ્વભાવ-વિભાવને જુદા પાડી દે, અંતભેદ કરી. નાખે, તે જ બેધિબીજમાં અંકુર ફૂટે. અને પછી સંસાર ભાવની કઠેર ધરતીને ભેદીને બહાર નીકળે. અર્થાત જેને અંતભેદ થયે, ભેદ-વિજ્ઞાન પ્રગટયું તેને બાહ્ય વ્યવહાર પણ બદલાઈ જાય. જે શમ, સંવેગ, નિવેદ અનુકંપા અને આસ્થા રૂપે દૃષ્ટિગોચર થાય. - જેમ બીજને પિતાને - પિતાની શક્તિ વડે પ્રસ્ફટિત થવું પડે છે તેમ જીવ પણ માર્ગદર્શન રૂપ માવજત કે ગુરુની વાણી રૂપ ખાતરપાણી ભલે મેળવી લે, પણ પિતામાં ભેદ-વિજ્ઞાન તે પિતાની મેળે જ પ્રગટાવવું પડે. અને આ ભાવે જે આત્મામાં સ્થિર રહે તે તે વૃદ્ધિ પામતા - પામતા ગુણસ્થાનની શ્રેણી રૂ૫ વિકાસ સાધી અને મોક્ષ રૂપ ફળને પામે, જે અનંત અવ્યાબાધ સ્થિતિને લઈને જ પ્રગટ થયું હેય.. આમ ગાથામાં મૂકેલ “ઉગે” શબ્દ તેની સંપૂર્ણ સાર્થક્તા સાથે સફળ. થાય છે. સામાન્ય રીતે જીવને આત્મવિચાર કેમ ઉગતો નથી? જ્યાં બીજ જ ગ્ય ન હોય ત્યાં તે ઉગે કયાંથી? બંધુઓ! પિલી “તરત ચીભડીનાં બી ની વાત સાંભળી હશે. એક ગ્રામ્યજન પાસે ચીભડાનાં એવાં બી હતાં કે વાવે એટલે તરત જ ઉગે. અને અંકુરિત થવાની સાથે જ પાંચ-સાત મિનિટમાં જ પલ્લવિત, પુપિતા થઈને ફલિત પણ થઈ જાય, વાવ્યા પછી દશ મિનિટમાં જ મીઠાં-મીઠાં મધ જેવાં મધુર ચીભડાં ખાવા મળે. આ બી લઈ તે ગામેગામ ફરતે. અને તેના પર તેની આજીવિકા ચાલતી. એક વાર એક મોજીલા રાજાના નગરમાં એ પહોંચે. પિતાની કળાની વાત કરી અને રાજા તે સાંભળવા માત્રથી ખુશ થઈ ગયા. બીજે દિવસે સવારે માનવ-મેદનીની વચ્ચે જે એ કરી બતાવે તે અધુ*