________________ આ પુસ્તકમાં : વિવેચનની વિશદતા તથા વ્યાપકતાના કારણે આત્મસિદ્ધિ શાસ્ત્રના 142 ગાથાનું વિવરણ જ્યારે 1200 પૃષ્ઠનું થયું ત્યારે એક જ ગ્રંથ રૂપે તેનું પ્રકાશન વ્યવહારૂ ન લાગ્યું. એટલા દળદાર પુસ્તકને હેરવવા ફેરવવામાં તથા વાંચવામાં મુશ્કેલી રહે, વળી ગમે તેવું સરસ બાઇન્ડિંગ પણ થોડા જ સમયમાં ઢીલું પડી જાય એમ લાગ્યું. આ કારણોસર વિવેચનનું બે કે ત્રણ પુસ્તકમાં વિભાજન અનિવાર્ય બન્યું. આ પુસ્તકમાં 1 થી 42 ગાથાનું વિવેચન લેવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ રાજચંદ્ર આત્માનાં છ પદનાં નિરૂપણની ભૂમિકારૂપ વર્તમાન આ કાળમાં કેવાં કેવાં નિમિત્તેને કારણે-કેવી કેવી ગેરસમજને કારણે જીવ અજ્ઞાન, નાત-જાત, કિયા જડત્વ તથા શુષ્કજ્ઞાનમાં કેવી રીતે અટવાઈ પડે છે, સ્વને ભૂલી “પરમાં કે રત થઈ ગયો છે. આત્માને ઓળખવા કયા ગુણનું સેવન આવશ્યક છે, મતાથી જીવની કુંઠિતબુદ્ધિ તેનામાં ક્યા લક્ષણેને પ્રગટ કરે છે. આત્માથી જીવના કેવા ગુણ હોય, તેની આંતર્દશા કેવી હોય તથા કેવા ગુણોથી તેની ઓળખ થાય વિગેરે સુંદર, સરળ ભાષામાં સમજાવ્યું છે. આ પુસ્તકના બીજા ભાગમાં 43 થી 118 ગાથાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. આ ગાથાઓમાં આત્માના 6 પદોનું કથન, તેના વિષે ઉદભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલું શંકા-સમાધાન આવરી લેવાયા છે. ત્રીજા ભાગમાં ગાથા 11 થી ૧૪ર જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બેલી-બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે. શાસ્ત્રના ઉપસંહાર રૂપે શ્રીમદ્ આ ગાથાઓમાં પ્રથમ 118 ગાથામાં નિરૂપેલ વિષયને સંક્ષિપ્તમાં હરાવ્યું છે. પર્યુષણ દરમિયાન ભગવાન મહાવીર સ્વામીને 27 ભવેનું વાંચન તથા સાવંત્સરીક આલેયણા આ ગ્રંથના ત્રીજા ભાગમાં “આત્મસિદ્ધિ શાસ્ત્ર” પરના વ્યાખ્યા બાદ જોડવામાં આવેલ છે.