SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 18 શ્રીમદ્દના સાહિત્યની વિશેષતા એ છે કે તે એકદમ જ સરળ બધાને સમજાય તેવી ભાષા શૈલીમાં લખાયેલ છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે તો પછી આવા સરળાથી સમજી શકાય (Self Explanatory) તેવા સાહિત્ય માટે આટલું લાંબું વિવેચન શા માટે ? કારણ ફક્ત એટલું જ કે આ સાહિત્ય “જૈન દર્શન”ની અપેક્ષાએ સમજવાનું છે. દેખાવે સરળ લાગતાં આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્તનું ચિંતન ઠાંસી-ઠાંસીને ભરાયેલું છે. આમ અનેક દષ્ટિકોણથી “આત્મસિદ્ધિ શાસ્ત્ર, નું અહીં વિવેચન કરવામાં આવ્યું છે. પ. પૂ. મહાસતીજીનાં વ્યાખ્યાનની શરૂઆત ઈષ્ટદેવની સ્તુતિથી તથા સમાપ્તિ આત્માના ગુણેના ચિંતનથી થતી રહી. એ બંને વિષયે જાણે વ્યાખ્યાનના અનિવાર્ય અંગ બની ગયા અને એટલે જ પુસ્તકોની શરૂઆતમાં સ્તુતિ તથા અમુક-અમુક વ્યાખ્યા બાદ આત્મા તથા તેના ગુણોનું ચિંતન કરવામાં આવેલ છે. મનન-ચિંતન એટલે વિષયની ગહનતાને પામવાને જાગૃક પ્રયાસ વિષયની સમ્યક્ અનુભૂતિ માટે પ્રયાસ, તે મનન-ચિંતન આધ્યાત્મ ક્ષેત્રે આત્માની સમ્યફ અનુભૂતિ માટે પ્રયાસ તે મનન-ચિંતન અધ્યાત્મ ક્ષેત્રે આત્માની સમ્યફ અનુભૂતિને પ્રયાસ એ આધ્યાત્મિક ચિંતન. આત્માના ઘર્મ, સ્વભાવ ગુણને સમ્યફ રીતે જાણવાને, તેની અનુભૂતિને પ્રયત્ન એટલે જ ચિંતન. આશા છે કે આ વિવેચન જીજ્ઞાસુ શ્રાવકને જીને દર્શન માટે એક નવી દષ્ટિ આપશે તથા આત્માની અનુભૂતિના નિમિત્તનું કારણ બનશે. પ્રફુલ્લ શાહ.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy