________________ 16 સભર, રહસ્યદશી એ કૃતિ છે. પ. પૂ. શ્રી તરૂલત્તાબાઈ મહાસતીજીએ વ્યાખ્યાને માટે એ કૃતિની પસંદગી કરી એ સર્વથા ઉચિત, આનંદમય અને ગૌરવરૂપ ઘટના છે. પરમ પૂજ્ય શ્રી તરૂલત્તાબાઈ મહાસતીજીએ કુલ 107 પ્રકરણમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથાઓ ઉપર તાત્વિક પ્રકાશ પાડ્યો છે. પ્રત્યેક ગાથામાંથી મહત્ત્વનું અડધુ ચરણ લઈ તેમાંના કેઈ મહત્વના અર્થ ગર્ભ શબ્દને પસંદ કરી તે શબ્દના અર્થ, વિસ્તાર સહિત સમગ્ર ગાથાને ભાવ સરળ અને સુબોધ ભાષામાં એવીજ શૈલીએ સદ્રષ્ટાંત સમજાવે છે. એ સમજાવવામાં શાસ્ત્રીય પરિભાષાના ઉપયોગ સહિત તત્વ વિચાર કે ભાવનું પૃથક્કરણ કરી, તેના જે પેટા વિભાગો હોય તે સમજાવી પિતાની નિર્મળ આત્મભૂતિની સાક્ષીએ તેને પરમ અને ગહન મર્મ દર્શાવ્યું છે, કે જે આત્માથી જીવેના હૈયામાં તરત વસી જાય તે છે. પિતાની આત્મનિર્ભરતા વગર જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ યુક્ત આવા મૌલિક એકાન્ત હિતકારી એ આત્મ પ્રકાશ પ્રગટ થાય નહિ. આવા ઉત્તમ તત્વસભર વ્યાખ્યાને માટે આપણે હંમેશા એમના ઋણી રહીશું. એમના આ વ્યાખ્યામાંથી આપણને સૌને પ્રેરણા મળી રહે એ જ અભ્યર્થના છે. મુંબઈ તા. 18-2-87 રમણલાલ ચી. શાહ