________________ 15 શ્રીમદ્દ લખે છે : આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા, નિજ કમ; છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધર્મ.” આત્માનાં આ છ પદ ઉપર શ્રીમદ્ ભવ્ય જીને સદ્ય બોધ થાય એ સુંદર પ્રકાશ સરળ વાણીમાં પાથર્યો છે. એમણે આત્માથી અને મતાથનાં લક્ષણે આપ્યાં છે, અને આત્માર્થીને વિચારવા માટે મોક્ષમાર્ગ દર્શાવ્યા છે. અને એ માર્ગમાં પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાતમ્ય કેટલું છે તે પણ સમજાવ્યું છે. આથી “આત્મસિદ્ધિ'ની રચના એક નાનકડા શાસ્ત્ર જેવી બની ગઈ છે. જૈન દર્શનનાં નવતત્ત્વ, ષડ્રદ્રવ્ય. આઠ કર્મ, ચૌદ ગુણસ્થાન, છ વેશ્યા વગેરે અનેક શાસ્ત્રીય વિષયે છે. જે મેક્ષમાર્ગને સમજવામાં ઉપકારક અને આવશ્યક છે. તેને સમજવા માટે શાની પારિભાષિક જટિલતામાં ઉતર્યા વિના સરળ બોધ ગ્રહણ કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર' અમેઘ સાધન છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે, પરંતુ તેમાં તેનું પોતાનું સામર્થ્ય ઘણું મેટું છે, એટલે સમયે સમયે એના ઉપર વિવરણ કે વિવેચન લખવા કે એના ઉપર પ્રવચન આપવા મહાત્માઓ પ્રેરાયા છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની મહત્તા, ઉપગિતા અને તત્વરસિકેમાં લોકપ્રિયતા કેટલી છે તે એ દર્શાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાની હતા. અને પરમ ઉચ્ચ આત્મદશામાં રહેતા હતા. તેઓ પરમ વંદનીય હતા. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં દેહ અને આ ત્માની ભિન્નતા વિષે એમણે લખેલી નીચેની પંક્તિઓ એમને માટે પણ બરાબર અનુરૂપ છે. “દેહ છતાં જેની દશા, વતે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત” મહાપુરુષનાં વચને અર્થગર્ભ હોય છે. એના ઉપર વિવિધ દષ્ટિકણથી ઘણે બધે અર્થ વિસ્તાર થઈ શકે છે, જેમ જેમ એ વચન વારંવાર વાંચતા જઈએ તેમ તેમ વધુ અને વધુ નવે નવે અર્થપ્રકાશ મળતું રહે છે. ચાતુર્માસના વ્યાખ્યાને ભાર ઝીલી શકે એટલી અર્થ