________________ 14 પ. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીએ મુંબઈ યુનિવર્સિટીની પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી છે. એમણે એ માટે અધ્યયનના વિષય તરીકે શ્રીમદ્ રાજચંદ્ર, આનંદઘનજી, બનારસીદાસ અને કબીર જેવા મહાન તત્વવેત્તાઓને પસંદ કર્યા એ ઉપરથી એમના રસનું ક્ષેત્ર આધ્યાત્મિકતાની કેવી ઉંચી ભૂમિકા ઉપર રહેલું છે તે સમજાય છે. આ ચારેય મહાત્માઓએ સંપ્રદાય અને ગચ્છના વાડાઓમાંથી બહાર નીકળીને શુદ્ધ પરમતત્વની ઉપાસના કરી હતી, તેઓની આધ્યાત્મિક અનુભૂતિ ઘણું ઉરચકેટિની હતી. તેમનું સાહિત્ય ગહન, માર્મિક અને અર્થસભર છે. પ. પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીને શ્રીમદ્ રાજચંદ્રને અભ્યાસ સઘન છે. એટલે “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વ્યાખ્યાન આપવા માટે તેઓ સર્વથા સવિશેષ અધિકારી છે. શ્રીમદ્ રાજચંદ્ર ઓગણત્રીશ વર્ષની નાની વયે “આત્મસિદ્ધિ શાસ્ત્ર નામની માત્ર ૧૪ર ગાથાની કૃતિ રચેલી. વિક્રમ સં. ૧૫રમાં આ વદ એકમની સાંજે નડિયાદમાં તેમણે માત્ર દેઢ બે કલાક જેટલા ટૂંકા સમયમાં એ રચના કરી હતી, જે બતાવે છે કે એમની વિચારધારા કેટલી સ્પષ્ટ હતી અને શબ્દ ઉપરનું એમનું પ્રભુત્વ કેવું અસાધારણ અને અદ્વિતીય હતું. જ્યાં જે શબ્દ જોઈએ ત્યાં એ શબ્દ મૂકે એવી અસાધારણ કવિ પ્રતિભા એમની પાસે હતી. આટલે વર્ષે પણ “આત્મસિદ્ધિ શાર' ને એક શબ્દ પણ આપાઈ કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ એ કૃતિ છે. રાજચંદ્રની ભાષા એકદમ સરળ, તરત અર્થ બોધ થાય એવી છે. પ્રત્યેક કડીને અર્થ પણ તરત હૈયામાં વસી જાય એવે છે. વાંચનાર કે સાંભળનાર વ્યક્તિને આત્મા જે ભૂમિકાએ હોય તેના કરતાં ઉંચી ભૂમિકાએ પહોંચી જાય એવી એ પ્રેરક અને પ્રકાશક કૃતિ છે. શ્રીમદ્ રાજચંદ્રની સર્વ કૃતિઓમાં “આત્મસિદ્ધિ શાસ્ત્ર સર્વોત્તમ અને પ્રતિનિધિરૂપ કૃતિ છે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદે શુદ્ધ આત્મતત્ત્વની વિશદ વિચારણા કરી છે.