________________ આત્મ તત્વ વિચાર પરમ પૂજ્ય મહાસતીજી શ્રી તરૂલત્તાબાઈ સ્વામીએ સં. 2041 ના થાતુર્માસ દરમ્યાન મદ્રાસમાં વ્યાખ્યાને માટે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથને પસંદ કર્યો એ ખરેખર હર્ષની વાત છે. એક સ્થળેથી અન્ય સ્થળે સતત વિહાર કરનાર જેન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન કેઈપણ એક સ્થળે સ્થિરતા કરે છે. ચાતુમસમાં રોજ સવારે નિયમિત તેઓનું વ્યાખ્યાન હોય છે. રોજેરોજ નવા નવા વિષયની, પુનરાવર્તન ન થાય એ રીતે રજૂઆત કરવાની વ્યાખ્યાનકલા સહેલી નથી, વ્યાખ્યાનના વિષય માટે આધાર તરીકે લેવાય એવા કોઈક એક અથવા બે ગ્રંથની પસંદગી થાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિક, જ્ઞાતાધર્મકથા, કલ્પસૂત્ર, ગદક્ટિસમુચ્ચય. સમરાદિત્યકથા, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર વગેરે અનેક ભિન્ન-ભિન્ન ગ્રંથોમાંથી પિતાની રુચિ અને શક્તિ અનુસાર કેઈક ગ્રન્થની પસંદગી થાય છે. જેમ ગ્રન્થ નાનો તેમ વ્યાખ્યાતમાં તેને અર્થ વિસ્તાર કરવાની શક્તિ અને કલા વિશેષ હોવા જરૂરી છે. પ. પૂ. તરૂલતાબાઈ મહાસતીજીએ ૧૪ર દોહરાની નાની સરખી કૃતિ માત્મસિદ્ધિ શાસ્ત્ર પસંદ કરી એ એમની વ્યાખ્યાનની શક્તિ અને રજૂઆતની કલાની આપણને સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન આપવા એ સહેલી વાત નથી. અધ્યાત્મના રહસ્ય પ્રગટ કરતાં જઈ શ્રોતાઓને વિષયના ઊંડાણમાં લઈ જવાનું કામ સહેલું નથી. વિયાન્તર કરીને સૌ કઈ સમય પસાર કરી શકે છે. પરંતુ સૂક્ષ્મ અર્થ વિસ્તાર કરવા માટે વિશાળ વાંચન, ઊંડું અધ્યયન, ગહન ચિંતન અને આધ્યાત્મિક અનુભૂતિની અપેક્ષા રહે છે. પ. 5 સ્વ. તસ્વાનંદ વિજયજી મહારાજ ચાતુર્માસના વ્યાખ્યાને માટે કયારેક માત્ર નવકારમંત્રની જ પસંદગી કરતા. અને ચાર મહિના નવકાર મંત્રના નવ પદ ઉપર રેજ નવી નવી દષ્ટિથી નવે નવે અર્થ વિસ્તાર કરતાં. તેઓ શ્રોતાઓમાં પ્રમાદ ન આવે એ રીતે રેચક શૈલીથી એવી સરસ રજૂઆત કરતા કે એમને સાંભળવા માટે ઘણા માણસે એકત્રિત થતા.