________________ 12 ગુરૂ રામકૃષ્ણ પરમહંસના ક્ષીર-નીર વિવેકથી આત્માવિષયક વિશિષ્ટ ભેદ વિજ્ઞાનની અનુભૂતિથી ઉદ્દભવિત અલૌકિક ઉચ્ચ આત્મિક અવસ્થાથી અત્યંત પ્રભાવિત રહ્યા છે. તથા આપણું અર્વાચીન સંત રમણ મહર્ષિ કે જેઓના પરોક્ષ સાનિધ્યે પણ તેઓશ્રીના સત્—તત્ત્વમાં રમમાણ થઈ તેમના સના તન પ્રશ્ન “હું કેણુ " ના ગુંજારવની અનુભૂતિની અસર નીચે જ આ પુસ્તકનું મૌલિક શિર્ષક “હું આત્મા છું” ઉદ્ભવેલ છે. પ. પૂ. મહાસતીજીએ પિતાના 29 વર્ષના સુદીર્ઘ દીક્ષાકાળ દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, આ, તામીલનાડુ, કર્ણાટક વિ. પ્રદેશમાં વિચરી બહાળા જનસમુદાયને તેમના અગાધ જ્ઞાનને લાભ આપેલ છે. પ. પૂ. મહાસતીજી બહુમુખી પ્રતિભાના સ્વામી છે. ઊંડો અભ્યાસ તથા વિષયની વિશદ્ છણાવટ આપની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભાના કુલ સ્વરૂપ આપના દરેક કાર્યમાં દષ્ટિગોચર થાય છે. તે સાથે જ કવિ હૃદયની સંવેદનશીલતા, અજુતા, આધ્યાત્મની અસર નીચેનું મનન ચિંતન અને તેમાંથી પ્રગટતે તલસાટ, ભાષા ઉપરનું અનન્ય પ્રભુત્વ તેમની રચનાઓને વાંચવા તથા માણવા લાયક બનાવે છે. 41 પંકિતઓની તેમની સુંદર રચના “કારવા” આધ્યાત્મિક અનુભૂતિ માટે તલસાટ અનુભવતા સાધક જીવની મનેદશાનું સુંદર શબ્દચિત્ર છે. પ્રાણ તથા પ્રકૃતિની અભિનતા તેમના સાહિત્યમાં ઝલકે છે. નૈસર્ગિક સૌંદર્યને શબ્દોમાં મઢવાની તેમને આગવી ફાવટ છે માર્મિક કટાક્ષે તેમની રચનાઓનું માણવાલાયક પાસું છે. એવા વાત્સલ્યમૂતિ પરમશ્રધેય પૂ. તરૂલત્તાબાઈ મહાસતીજીના શ્રી ચરણેમાં કેટીશઃ વંદન.. સુરેન્દ્ર મણીલાલ મહેતા પ્રમુખ શ્રી ગુજરાતી વેતામ્બર સ્થા. જૈન એસેસીએશન.