________________ 106 હું આત્મા છું ગુરુદેવની ઈચ્છા એ જ મારું જીવન. તેઓની પ્રસન્નતા એ જ મારી સફળતા. જ્યાં સંપૂર્ણ સમર્પણતા પ્રગટે ત્યાં પછી પિતામાં, પિતાપણું કશું રહે જ નહીં. પિતાના મન, વચન, કાયાના પેગોની સર્વ પ્રવૃત્તિઓજેને એ સમર્પિત થયા છે, તેમની ઈચ્છા પર જ ચાલતી હેય. કારણ તેને અતૂટ શ્રદ્ધા હોય કે મેં જેના ચરણમાં ઝુકાવ્યું છે, માત્ર એ જ મારા માટે સર્વસ્વ છે. તેમનું વચન મારા માટે પ્રમાણે છે. તેથી બીજે કઈ વિકલ્પ ઉઠવાને ત્યાં અવકાશ જ રહેતું નથી. પછી ત્યાં ગુરુદેવને પ્રસન્ન રાખવા માટે સભાન પ્રયત્ન કરવાનું રહેતું જ નથી. વિનીત શિષ્યનું જીવન જ સહેજ રીતે એ પ્રમાણે વહેતું હોય કે તેના દરેક કાર્યમાં ગુરુદેવની પ્રસન્નતા વધતી જતી હોય. પછી તેના માટે મેક્ષ દૂર ન રહે. તેથી ગુરુદેવને સમપિત થયેલા શિષ્યને શ્રીમદ્જી કહે છે - પછી મેક્ષ જો તુજ ના મલે તે માગજે મારી કને.” બહુજ માર્મિક શબ્દો અહી કહ્યા છે. શ્રીમદ્જી કહે છે પુરુષને શોધી લીધા, સર્વથા સમર્પિત ભાવ જાગે, પલ પલની પ્રવૃત્તિ ગુરુદેવને પ્રસન્ન કરી રહી છે. ગુરુદેવ પ્રતિ દઢ શ્રદ્ધા છે અને પછી જે મોક્ષ ન મળે તે મારી પાસે આવજે. હું તને આપીશ. શું મેક્ષ આપવાની ચીજ છે? તે પછી આમ શા માટે કહ્યું? તેમનું કહેવાનું એ છે કે આટલું થયા પછી મેક્ષ મળે જ, તેમાં શંકાને સ્થાન નથી. એ લપે જ અહીં પણ કહ્યું છે– સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પિતાની માન્યતા, પિતાને કદાગ્રહ છેડીને સદ્ગુરૂના ચરણની સેવા થાય તે તેનું સુ-ફળ તરત જ પામે. શું પામે? “પરમાર્થને પરમ અર્થ સર્વથી શ્રેષ્ઠ એ જે હેતુ, યેય, લક્ષ્ય, તેને પામે. આખા વિશ્વમાં સર્વોચ્ચ લક્ષ્ય કંઈ હોય તો તે મેક્ષ છે. મોક્ષ જ પરમાર્થ છે. જગતના જેટલા હેતુઓને આજ સુધી જીવે સેવ્યા તે સર્વ ભૌતિક સ્વાર્થથી