SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સેવે સદગુરુ ચરણને 105 શું શોધવું જરૂરી છે ? તે શ્રીમદ્જીના જ શબ્દોમાં જોઈએબીજું કશું મા શોધ કેવળ, શેધ તું સપુરુષને; અપઈ જા તેના ચરણમાં, સર્વથા શુદ્ધતર મને રાજી રહે તેની રજા સર્વસ્વ સત્ય પ્રમાણીને પછી મેક્ષ જે તુજ ના, મલે તો માગજે મારી કને આ વિશ્વમાં શોધ કરવા લાયક જે કંઈ હોય તે તે પુરુષ જ છે. બીજું કંઈ પણ શોધવા જેવું અહીં છે જ નહીં. કારણ એ સિવાયની બધી જ છે માત્ર જડમાં જ થઈ શકે. અને તેમાં શેધવા જેવું છે પણ શું ? આખું યે જગત માત્ર જડ પરમાણુઓને પ્રચય. કેઈ પરમાણુ એ આમ ગોઠવાયા તે કેક તેમ. એ સિવાય કશું જ નહીં, તો તેમાં શધવાનું શું ? જે તારે તારા માટે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ માટે કઈ શોધ કરવી છે તે માત્ર પુરુષની જ શોધ કરી લે. સત્પુરુષ એટલે, જેમણે પિતાના સને પ્રાપ્ત કરી લીધું છે, સને સાક્ષાત્કાર કર્યો છે અને અન્યને તે સાક્ષાત્કાર કરાવી શકે છે. એવા સત્પુરુષને શોધી લે. સપુરુષને શોધ્યા પછી : અપઈ જા તેના ચરણમાં સર્વથા શુદ્ધતર મને” તારા મનને સર્વ પ્રકારે શુદ્ધ જ નહીં, પણ શુદ્ધતર કરીને સમર્પણ કરી લે. તારા ભાવે એવા શુદ્ધ હોય કે જેમાં માયા-કપટની મલિનતા લેશ માત્ર ન હોય, તેમનાથી પરદો ન રહે. પરદો હોય ત્યાં સાચી પ્રીત, સાચી સમર્પણતા ન સંભવે. આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે " કપટ રહિત થઈ આતમ અરપણું રે” કપટ રહિત થઈને તું પ્રભુના ચરણે, ગુરુદેવના ચરણે અર્પણ થઈ જા. તું જે છે તે જ ગુરુદેવની સામે ખુલ્લો થઈ જા. તારી વૃત્તિઓ, તારી ભાવધારા, તારી વિચાર પરિણતિ, જેવી છે તેવી ગુરુ સામે ખુલ્લી કરી દે. અને પછી :રાજી રહે તેની રજા, સર્વસ્વ સત્ય પ્રમાણિને
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy