________________ 102 આત્મા છું છે કે ક્યારેક તે નરેન્દ્રના આવવાથી રામકૃષ્ણને સમાધિ લાગી જાય. નરેન્દ્રના હૃદયના વિશુદ્ધ ભાવે રામકૃષ્ણને ય સ્પર્શી જતા હતા. જેના કારણે નરેદ્રએ રામકૃષ્ણદેવના અંતઃકરણમાં અપૂર્વ અડેલ સ્થાન જમાવ્યું હતું એમની પાસે આવવામાં જે એ ક્યારેય બે-ચાર દિવસ મેડો પડે તે રામકૃષ્ણ બહુ જ વ્યાકુળ થઈ જાય. એમના મંદિરના બહારના કંપાઉન્ડમાં જઈઓએ બૂમ પાડે : “નરેન્દ્ર આવ, નરેન્દ્ર આવ.” ' આ મેહ નથી. આને મેહ સાથે મૂલવશે નહીં, કયારેક શિધ્યમાં પડેલી યોગ્યતા ગુરુના અંતઃકરણમાં એવું સ્થાન જમાવે છે કે ગુરુને પણ એમ લાગે કે આ શિષ્યના સહયોગે મારી સાધના આગળ વધી રહી છે. જેમ ગુરુના આશ્રયે, ગુરુની સહાયે શિષ્યનું ઉત્થાન થાય તેમ શિષ્યની સહાયથી ગુરુ પણ વિકાસ સાધી શકે. અને થયું પણ એમ જ. રામકૃષ્ણ પરમહંસ નામ વિવેકાનંદથી વધ્યું, તે વિવેકાનંદનું નામ તેના ગુરુ રામકૃષ્ણ સાથે વધ્યું. એવું જ એક બીજું નામ લઉં. અમારા સ્વ. ગુરુદેવ સૌરાષ્ટ્ર કેશરી બા. બ્ર. પૂજ્ય પ્રાણલાલજી મહારાજ સાહેબ. એટલા બધા સુપાત્ર શિષ્ય હતા! એ એમના ગુરુદેવ પૂજ્ય જયચંદ્રજી મહારાજ સાહેબમાં રહેલ વિનય, નમ્રતા, સહિષ્ણુતા, સેવાની ભાવના, અને એથી પણ આગળ વધી ગુરુ પ્રત્યેને સમર્પણ ભાવ એ હતું કે એમણે ગુરુદેવના હૃદયમાં સ્થાન જમાવ્યું હતું. બહુ ઓછું આવું બને. બહુ ઓછી જગ્યાએ આ જેવા મળે. બાકી ગુરુ-શિષ્ય પણ મેહના સંબંધે જોડાયેલા હોય. ગુરુને શિષ્યને મેહ હય, શિષ્યને ગુરુને મેહ હેય, અને આમ જ ગાડી આગળ વધતી હોય. પણ આવા ગ્ય આત્માઓ જૂજ હોય છે કે એમની સરળતા, એમની નિખાલસતા, એમની સમર્પણતા ગુરુના હૃદયને રીઝવી નાખે, ગુરુના હદયને ભીંજવી નાખે. એટલે ઇગિયાગાર સંપને ગુરુના ભાવને જાણ નારો શિષ્ય ગુરુની સમીપમાં વસતે હોય, અર્થાત્ દેહથી સમીપ ભલે ન હોય, હજારો માઈલ દૂર હોય છતાં પણ ગુરુને એમ લાગે કે મારે