________________ સેવે સદ્ગુરુ ચરણને 101 કુહા-મુઘવાયેaru ગુરુની સમીપ વસનારે હોય, સમીપે એટલે હંમેશાં ગુરુની પાસે જ રહે એમ નહીં. ક્ષેત્રમંતર હોઈ શકે, હજારો માઈલ દૂર હોય, પણ સાચો શિષ્ય તે એ જ કે જે ગુરુના હૃદયમાં પિતાનું સ્થાન જમાવી શકે. શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન હોય તે કઈ નવી વાત નથી. શિષ્ય પિતાના હૃદય સિંહાસન પર ગુરુને બેસાડયા હોય, તે જ તેમના પ્રત્યે ગુરુભાવ જાગૃત થયો હોય. પણ શિષ્ય એ રીતે જીવી જાય, એ સરલ બની જાય. બાળક જેવી નિર્દોષતા અને નિખાલસતા એનામાં વર્તતી હોય કે ગુરુના હૃદયમાં એનું સ્થાન બની જાય. પુરાણ કાળની વાત નહીં કરું. પણ આ કાળમાં જ થઈ ગયેલા રામકૃષ્ણ પરમહંસ. જેમણે આત્મા અને પરમાત્માનું તાદાત્મ્ય સાધી લીધું હતું. આવા પરમહંસ માટેની તિતીક્ષા, લગન અને તેમાંથી પ્રગટેલી અલૌકિક ભક્તિના મહાપુરુષ હતા. સ્વામી વિવેકાનંદ ! ત્યારે એ સ્વામી નહોતા બન્યા, કેલેજીયન હતા. પણ તેમણે પરમહંસનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. ત્યારે તેમનું નામ હતું નરેન્દ્ર નરેન્દ્ર જ્યારે જ્યારે રામકૃષ્ણદેવ પાસે આવે ત્યારે રામકૃષ્ણદેવના અંતરમાં આનંદ પ્રગટે. તેમના એક–એક રૂંવાડામાં ઉલ્લાસ પ્રગટે. નરેન્દ્ર અદ્દભુત જીજ્ઞાસા લઈને એમની પાસે આવ્યો હતો. એણે કહ્યું હતું. તમે પ્રભુને સાક્ષાત્કાર કર્યો છે? તે મને કરાવે. હું એને જ મારા ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર છું જે મને મારા પ્રભુને સાક્ષાત્કાર કરાવે.” કયારે કહી શક્ય હશે એ? આ એનું અભિમાન ન હતું પણ એનામાં પડેલી યોગ્યતા બેલતી હતી. અને રામકૃષ્ણદેવ પણ તેને ચેલેન્જ આપી પડકાર ફેંકીને કહે છે. “ચાલ્યો આવ મારી પાસે, હું તને સાક્ષાત્કાર કરાવીશ.” પછી તે આઠ પંદર દિવસે નરેન્દ્ર રામકૃષ્ણદેવ પાસે જાય, એને જોઈને રામકૃષ્ણદેવના અંતરમાં ઉલ્લાસ જાગે. એમના જીવનચરિત્રમાં આલેખાયું